Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ITR Filling 2024: હવે, કર્મચારીઓ ઘરે બેઠા Form 16 મેળવી ITR સરળતાથી ફાઈલ કરી શકશે

ITR Filling 2024: ઈનકમ ટેક્સ રિટ (ITR Filling 2024) ર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ Form 16 નહીં મળવાને કારણે અનેક ખાનગી કંપનીના અને સરકારી કંપનીના કર્મચારીઓ ITR ફાઈલ કરવામાં અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. કારણ કે... Form...
itr filling 2024  હવે  કર્મચારીઓ ઘરે બેઠા form 16 મેળવી itr સરળતાથી ફાઈલ કરી શકશે

ITR Filling 2024: ઈનકમ ટેક્સ રિટ (ITR Filling 2024) ર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ Form 16 નહીં મળવાને કારણે અનેક ખાનગી કંપનીના અને સરકારી કંપનીના કર્મચારીઓ ITR ફાઈલ કરવામાં અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. કારણ કે... Form 16 એ આખા વર્ષની કર્મચારીની આવક અને તેના વેતનનો આંકડો દર્શાવે છે. ત્યારે આ વેતનમાંથી કંપની દ્વારા તેમાંથી કેટલું કાપ મૂકવામાં આવ્યું છે. તેવી જ રીતે ફોર્મ 16A અને 27D ફોર્મ પણ તેટલું જ આવશ્યક છે.

Advertisement

  • નાણાંકીય વર્ષ મુજબ દર વર્ષે આ પ્રક્રિયા કરવી પડતી હોય છે

  • TDS ની જાણકારી આપવામાં આવે

ત્યારે કોઈ પણ કર્મચારીએ Form 16 માં વેતનને સંલગ્ન તમામ જાણકારી જાહેર કરવામાં આવે છે. કોઈ પણ કર્મચારી સરકારી કાનૂન પ્રમાણે નાણાંકીય વર્ષ મુજબ દર વર્ષે આ પ્રક્રિયા કરવી પડતી હોય છે. જોકે દરેક કંપની તેના કર્મચારીઓને મે મહિનાના અંતમાં અથવા જુન મહિનાની વચ્ચે Form 16 આપતી હોય છે.

TDS ની જાણકારી આપવામાં આવે

Form 16A માં કર્મચારીએ તેના વેતનમાંથી કપાયેલા TDS ની જાણકારી આપવામાં આવે છે. તો 27D એ એવું ફોર્મ છે,જે ત્રણ મહિનાની જાણિકારી આપે છે. તે દર્શાવે છે કે, કર્મચારીએ સરકારી કર ભર્યો છે કે નહીં. તેના કારણે ITR ની પ્રક્રિયા દરમિયાન આ તમામ પ્રકારની માહિતી જરુરી હોય છે.

Advertisement

TRACES વેબસાઈટ પરથી ડાઉનલોડ

કર્મચારીના જે મહિનાથી વેતનમાંથી TDS કપાવાનું ચાલુ થયું છે, તે સમયગાળાથી નાણાંકીય વર્ષ સુધીની અંતિમ તારીખ સુધી Form 16 માં વિગતો જાહેર કરવામાં આવે છે. Form 16 ને કર્મચારીઓ TRACES વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે. પરંતુ તે પહેલા અમુક પ્રક્રિયા કરવી પડતી હોય છે.

TRACES વેબસાઈટ પરથી વિવિધ ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે

  • www.tdscpc.gov.in/en/home.html ની મુલાકા કરો
  • Login કરીને Taxpayer વિકલ્પને પસંદ કરો
  • Taxpayer તેના પાનકાર્ડ દ્વારા Login પ્રક્રિયા પૂરી કરી શકાશે
  • અંતે Form 16, Form 16A અને Form 27D પસંદ કરો
  • એક પેજ ખુલશે, અહીં તમારે એમ્પ્લોયરનું TAN, નાણાકીય વર્ષ, ક્વાર્ટર કે જેના માટે વિનંતી કરવામાં આવી છે તે દાખલ કરવાનું રહેશે
  • પ્રોવિઝનલ સર્ટિફિકેટ ટાઈપની ડ્રોપડાઉન હેઠળ, Form 16, 16A, 27D વિકલ્પમાંથી ડાઉનલોડ કરવા માટેનું ફોર્મ પસંદ કરો
Advertisement
Tags :
Advertisement

.