Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મંદી વચ્ચે પણ આ કંપનીના રોકાણકારોએ છાપ્યા 57000 કરોડ રૂપિયા

ટાટા ગ્રુપની આઇટી કંપની ટીસીએસએ ગત્ત અઠવાડીયે નીચે પડી રહેલા બજારમાં પણ આ શેર સ્થિર રહ્યો. ન માત્ર સ્થિર રહ્યો પરંતુ કમાણી પણ કરાવી.
મંદી વચ્ચે પણ આ કંપનીના રોકાણકારોએ છાપ્યા 57000 કરોડ રૂપિયા
Advertisement

TCS Market Value : ટાટા ગ્રુપની આઇટી કંપની ટીસીએસએ ગત્ત અઠવાડીયે નીચે પડી રહેલા બજારમાં પણ આ શેર સ્થિર રહ્યો. માત્ર પાંચ દિવસના વ્યાપાર દરમિયાન TCS Investors એ 57000 કરોડ રૂપિયાથી વધારે પૈસા છાપી નાખ્યા.

શેર બજાર (Stock Market) ગત્ત અઠવાડીયે ભારે ઘટાડો જોવા મળ્યો. સેંસેક્સ અને નિફ્ટી બંન્ને ઇન્ડેક્સ ખુબ જ ઘટ્યા. આ ગત્ત પાંચ દિવસમાં સેંસેક્સ ટોપ 10 કંપનીઓમાંથી છ કંપનીઓને તગડો ઝટકો થયો અને તેના કૂલ 1.55 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા. જો કે બીજી તરફ ચાર કંપનીઓ એવી રહી જેમાં પૈસા લગાવનારા લોકોએ મંદિના સુનામીમાં પણ તાબડતોડ કમાણી કરી. આ મામલે સૌથી આગળ ટાટા ગ્રુપ (TATA Group) ની કંપની ટીસીએસ રહી.

Advertisement

આ પણ વાંચો : Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

Advertisement

શેરબજારની ખસ્તા હાલત

ગત્ત અઠવાડીયે BSE બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સ 4813 પોઇન્ટનો ઘટાડો રહ્યો અને 30 સપ્ટેમ્બરના પોતાના હાઇ 84,200 થી ઘટીને 8 નવેમ્બરે 79,486 ના સ્તર પર આવી ગયું. દલાલ સ્ટ્રી પર કંપનીઓના બીજા ત્રિમાસિકના પરિણામોની સ્પષ્ટ અસર જોવા મળી. બીજી તરફ ભારે ઘટાડા જોનારા સેંસેક્સની ટોપ કંપનીઓમાં રહેલી મુકેશ અંબાણીની (Mukesh Ambani) કંપની રિલાયન્સ, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી, એચયુએલ અને એલઆઇસીની માર્કેટ વેલ્યુમાં પણ મોટો ઘટાડો આવ્યો. જ્યારે જે ચાર કંપનીનો ફાયદો થયો. તેમાં ટીસીએસની સાથે જ એચડીએફસી બેંક, ઇન્ફોસિસ અને એસબીઆઇનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા

મુકેશ અંબાણીની કંપનીને મોટો ઝટકો

સૌથી વધારે નુકસાન ઉઠાવનારી કંપનીઓમાં આગળ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ રહી. રિલાયન્સ માર્કેટ કેપ 74,563.37 કરોડ રૂપિયાથી ઘટીને 17,37,556.68 કરોડ રૂપિયા રહી ગયા. આ ઉપરાંત ભારતી એરટેલની માર્ક કેપમાં 26,274.75 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. આઇસીઆઇસીઆઇ બેંકના રોકાણને નુકસાન કરાવ્યું અને તેના માર્કેટ કેપમાં પણ 22,254.79 કરોડ રૂપિયા ઘટી. આઇટીસીને 15449.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું. બીજી તરફ LIC ની માર્કેટ વેલ્યુ 9930.25 કરોડ રૂપિયાનો ઘટાડો થયો જ્યારે HUL માર્કેટ કેપમાં પણ 7,248.49 કરોડ રૂપિયા ઘટી ગયા.

આ પણ વાંચો : ભારત સાથે સંબંધો વણસ્યા બાદ Canada નાં હાલ બેહાલ! દેવાના ડુંગર હેઠળ દબાયા નાગરિકો!

ટીસીએસની તગડી કમાણી

સતત ઘટી રહેલા શેર બજારમાં પણ રોકાણકારોને માલામાલ બનાવનારી કંપનીઓ અંગે સૌથી આગળ ટીસીએસ રહી. ટીસીએસના માર્કેટ કેપમાં 14,99,697.28 કરોડ રૂપિયા થયો. આ પ્રકારે રોકાણકારોને માત્ર પાંચ દિવસમાં જ 57,744.68 કરોડ રૂપિયા છાપી નાખ્યા. આઇટી દિગ્ગજ ઇન્ફોસિસની માર્કેટ વેલ્યુમાં 28,839.95 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો અને તે વધીને 7,60,281.13 કરોડ રૂપિયા થઇ ગઇ. એસબીઆઇ પોતાના રોકાણકારોનો ફાયદો કરાવનારી કંપનીઓની યાદીમાં છે અને 19,812.65 કરોડ રૂપિયાના વધારા સાથે તેની માર્કેટ કેપ 7,52,568.58 કરોડ રૂપિયા થઇ ગયા. એચડીએફસી બેંક એમકેપમાં 14,678.09 કરોડ રૂપિયા ઉછલીને 13,40,754.74 કરોડ રૂપિયા થઇ ગઇ.

આ પણ વાંચો : Bhavnagar : અનોખી લગ્ન કંકોત્રી! ‘બટેંગે તો કટેંગે’ નું સૂત્ર, સાથે જ આપ્યો આ ખાસ સંદેશ

નુકસાન બાદ રિલાયન્સ આગળ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની માર્કેટ કેપમાં ભલે ગત્ત અઠવાડીયે ઘટાડો આવ્યો હતો. જો કે તેમ છતા પણ દેશની સૌથી વેલ્યુએલબ કંપનીઓની યાદીમાં તે નંબર-1 પર છે. માર્કેટ વેલ્યુની દ્રષ્ટીએ RIL બાદ ક્રમશ TCS, HDFC Bank, Bharti Airtel, icici bank, Infosys, SBI, ITC, HUL અને LIC ના નામનો સમાવેસ થાય છે.

આ પણ વાંચો : Maharashtra Election : MVA એ મેનિફેસ્ટો બહાર પડ્યો, આપ્યા અનેક વચનો...

Advertisement

.

×