ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Jewelry Exports : વિદેશોમાં ભારતીય જ્વેલરીની માગ ઘટી, સામે આવ્યાં ચોંકાવનારા આંકડા

Indian Jewelry Exports : વિદેશી બજારોમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં ભારતીય જ્વેલરીની (Indian Jewelry Exports)ખૂબ માગ છે. પરંતુ છેલ્લા નાણાકીય વર્ષમાં જે આંકડા સામે આવ્યા છે,તે ચોંકાવનારા છે. ભારતીય ઉદ્યોગપતિઓને લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અહેવાલો...
05:19 PM Apr 21, 2024 IST | Hiren Dave
Indian Jewelry Exports

Indian Jewelry Exports : વિદેશી બજારોમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં ભારતીય જ્વેલરીની (Indian Jewelry Exports)ખૂબ માગ છે. પરંતુ છેલ્લા નાણાકીય વર્ષમાં જે આંકડા સામે આવ્યા છે,તે ચોંકાવનારા છે. ભારતીય ઉદ્યોગપતિઓને લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અહેવાલો અનુસાર, વર્ષ 2023માં ભારતીય જ્વેલરીની (jewelry)નિકાસમાં ઘટાડો થયો છે,જેના કારણે રૂ. 37 હજાર કરોડનું નુકસાન થયું છે.

 

જ્વેલરીની નિકાસમાં કેટલો ઘટાડો થયો?

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના આંકડા અનુસાર, દેશની જ્વેલરીની નિકાસ ગત નાણાકીય વર્ષ દરમિયાન 12.17 ટકા ઘટીને રૂ. 2,65,187.95 લાખ કરોડ થઈ છે. આ દરમિયાન અમેરિકામાં ઊંચા વ્યાજ દરો અને ચીનમાં ધીમા સુધારાને કારણે ઉદ્યોગ પર અસર થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં જ્વેલરીની નિકાસ રૂ. 3,01,925.97 કરોડ હતી. GJEPCના ચેરમેન વિપુલ શાહના જણાવ્યા અનુસાર,છેલ્લું નાણાકીય વર્ષ તમામ પ્રોડક્ટ કેટેગરી માટે ખૂબ જ પડકારજનક હતું. અમેરિકામાં ઊંચા વ્યાજ દરોને કારણે મંદીનું કારણ હતું, જે આ ક્ષેત્રમાં ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ સિવાય ચીનમાં કોરોના પછી ધીમી રિકવરી પ્રક્રિયાની પણ અસર પડી હતી.'

 

હીરાની નિકાસ પણ ઘટી

કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 25.23 ટકા ઘટીને રૂ. 1,32,128.29 કરોડ થઈ હતી, જે વર્ષ 2022-23 દરમિયાન 1,76,716.06 કરોડ રૂપિયા હતી. પોલિશ્ડ કૃત્રિમ હીરાની નિકાસ નાણાકીય વર્ષ 2023માં 13.79 ટકા ઘટીને 11,611.25 કરોડ રૂપિયા થઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 13,468.32 કરોડ હતી. જો કે, આંકડાઓ અનુસાર, સોનાના આભૂષણોની કુલ નિકાસ 2022-23માં રૂ. 76,589.94 કરોડથી 2023-24માં 20.57 ટકા વધીને રૂ. 92,346.19 કરોડ થઈ છે.

હાલ સોનાનો ભાવ શું છે?

ભારતીય બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમત 73 હજાર રૂપિયે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 73.596 રૂપિયા છે. 19 એપ્રિલે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાની કિંમત વધીને 73301 રૂપિયા હતી. 916 (22 કેરે) પ્લોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 67414 રૂપિયા અને 750 પ્યોરિટીવાળા (18 કેરેટ) સોની કિંમત 55197 રૂપિયા હતી.

આ  પણ વાંચો - Gold Rates: એક તોલા સોનાની કિંમત 1.68 લાખ સુધી પહોંચશે, ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટી આગાહી

આ  પણ વાંચો - Gold Prices Today : સતત પાંચમા સપ્તાહે સોના-ચાંદીમાં તેજી યથાવત

Tags :
BusinessdiamondIndian Jewelry Exportsjewelry
Next Article