HDFC Bank Share Price: Covid બાદ સૌથી વધુ ઘટાડો આવ્યો HDFC શેરમાં
HDFC Bank Share Price: શેરબજારમાં આજે હાહાકાર મચી પડ્યો હતો. તેનું મુખ્ય કારણ HDFC બેંકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. તે ઉપરાંત HDFC બેંક ભારતનો બીજો સૌથી મૂલ્યવાન સ્ટોક છે. જે આજે ઘટીને 8.16 ના ટકાએ બંધ થયો હતો.
- HDFC બેન્કનો શેર ભારતમાં સૌથી મૂલ્યવાન
- નફામાં 33 ટકાનો વધારો થયો છે
- માર્કેટ કેપમાં કેટલો ઘટાડો થયો?
HDFC બેન્કનો શેર ભારતમાં સૌથી મૂલ્યવાન
આજે બજારમાં થયેલા ઘટાડામા HDFC બેંકના શેરનો મોટો હિસ્સો છે. કોરોના સમયગાળા દરમિયાન તેના સૌથી ખરાબ પ્રદર્શન દરમિયાન ત્રણ વર્ષ પહેલા HDFC બેન્કનો શેર 8.5 ટકા ઘટ્યો હતો. બ્લુ ચિપ્સમાં રોકાણકારોને રૂ. 1 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. કારણ કે નિફ્ટીના હેવીવેઇટ શેરનું માર્કેટ કેપ ઘટીને રૂ. 11.67 લાખ કરોડ થયું છે.
અગાઉ HDFC બેન્કનો સૌથી ખરાબ ઘટાડો 23 માર્ચ, 2020 ના રોજ નોંધાયો હતો. જ્યારે શેર 12.7 ટકાના નુકસાન સાથે બંધ થયો હતો. જો કે ઘણી બ્રોકરેજ કંપનીઓએ સ્ટોક પરના તેમના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો છે, જેના કારણે આ ઘટાડો થયો છે.
નફામાં 33 ટકાનો વધારો થયો છે
HDFC બેંકનો ત્રીજા ક્વાર્ટરનો નફો 33 ટકા વધ્યો છે. કંપનીએ રૂ. 16,373 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તે પછી પણ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
બજારમાં દિવસભરના ઘટાડા બાદ HDFC બેંકના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા રહ્યા હતા. તે સવારે 9.15 વાગ્યે રૂ. 1570 ના સ્તરે ખૂલ્યો અને રૂ. 1528 ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. આ જંગી ઘટાડાને કારણે HDFC બેંકના રોકાણકારોને 1,00,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
માર્કેટ કેપમાં કેટલો ઘટાડો થયો?
તે ઉપરાંત 17 જાન્યુ. ના રોજ બજાર બંધ સમયે HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 12,74,740.22 કરોડ હતું. તે જ સમયે તે ઘટીને 11.68 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો. તે મુજબ 17/01/2024 ના રોજ ટ્રેડિંગ દરમિયાન માર્કેટ કેપમાં રૂ. 106740.22 કરોડનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Share Market : શેરબજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા