Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HDFC Bank : HDFC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે આટલા ટ્રાજેક્શન પર નહી આવે SMS

HDFC Bank : ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC એ તેના ગ્રાહકો માટે એક મોટી સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. HDFC બેન્કે માહિતી આપી છે કે 25 જૂનથી, તે 100 રૂપિયાથી ઓછા UPI ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયાથી ઓછા ડિપોઝિટ પર SMS...
hdfc bank   hdfc ના ગ્રાહકો માટે મોટા  સમાચાર  હવે આટલા ટ્રાજેક્શન પર નહી આવે sms

HDFC Bank : ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC એ તેના ગ્રાહકો માટે એક મોટી સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. HDFC બેન્કે માહિતી આપી છે કે 25 જૂનથી, તે 100 રૂપિયાથી ઓછા UPI ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયાથી ઓછા ડિપોઝિટ પર SMS એલર્ટ મોકલશે નહીં. જો કે, લોકોને ઈમેલ એલર્ટ મળવાનું ચાલુ રહેશે.

Advertisement

500 રૂપિયાથી ઓછા ક્રેડિટ પર પણ SMS એલર્ટ નહીં આવે

HDFC Bank ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો UPI દ્વારા 100 રૂપિયાથી ઓછું ટ્રાજેક્શન કરવામાં આવશે અને 500 રૂપિયાથી ઓછા એકાઉન્ટમાં જમા થશે તો SMS એલર્ટ મોકલવામાં આવશે નહીં. બેન્કે ગ્રાહકોને તેમના ઈમેલને અપડેટ કરવાની અપીલ કરી છે જેથી કરીને તેઓ નોટિફિકેશન મળતા રહે. બેન્ક અનુસાર,પેમેન્ટ એપ દ્વારા આવા નાના ટ્રાન્જેક્શનના એલર્ટ પણ આપવામાં આવે છે. નાના ટ્રાન્જેક્શન પર મળેલા ફીડબેકના આધારે બેન્કે આ નિર્ણય લીધો છે.

Advertisement

નાના ટ્રાન્જેક્શન માટે યુપીઆઈનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે

છેલ્લા કેટલાક વર્ષોમાં UPIની સરેરાશ ટિકિટ કદ સતત ઘટી રહી છે. વર્ષ 2022 અને 2023 વચ્ચે 8 ટકાનો ઘટાડો થયો છે. આના પરથી સમજી શકાય છે કે નાના ટ્રાન્જેક્શન માટે યુપીઆઈનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. વર્લ્ડલાઇન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, PhonePe, Google Pay અને Paytm દેશમાં ત્રણ અગ્રણી UPI એપ છે. NPCIના ડેટા અનુસાર, વર્ષ 2023માં UPI દ્વારા ટ્રાન્જેક્શને 100 બિલિયનનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.

બેન્કે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા

આ સાથે HDFC બેન્કે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ Pixel Play અને Pixel Go લોન્ચ કર્યા છે. આ ડિજિટલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેન્કની PayZapp એપ દ્વારા કરી શકાય છે. 25 હજાર રૂપિયાથી વધુ પગાર ધરાવતા અને 6 લાખ રૂપિયા સુધીનું રિટર્ન ફાઇલ કરનારા સેલ્ફ એમ્પ્લોયર્ડ લોકો આ કાર્ડનો લાભ લઈ શકે છે.

Advertisement

આ  પણ  વાંચો - SHARE MARKET : શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો, રોકાણકારોના કરોડો ધોવાયા

આ  પણ  વાંચો - PAN Aadhaar Link : Income Tax Department ની ચેતવણી! પાન અને આધાર નથી કર્યા લિંક તો……

આ  પણ  વાંચો - Dividend: RBI બાદ હવે આ કંપની સરકારને આપશે કરોડો રૂપિયાનું ડિવિડન્ડ, વાંચો વિગત

Tags :
Advertisement

.