Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GST Notice To Zometo: આયકર વિભાગના સકંજામાં Zomato, રૂ. 11.81 કરોડનો દંડ ફટકાર્યો

GST Notice To Zometo: આજે ફૂડ ડિલિવરી કંપની Zomato ને મોટો ઝટકો લાગ્યો છે. Zomato ને GST ડિમાન્ડ નોટિસ મળી છે. ઓનલાઈન ઓર્ડર લેનાર ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zometo ને દંડ સહિત રૂ. 11.81 કરોડનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. આયકર...
gst notice to zometo  આયકર વિભાગના સકંજામાં zomato  રૂ  11 81 કરોડનો દંડ ફટકાર્યો

GST Notice To Zometo: આજે ફૂડ ડિલિવરી કંપની Zomato ને મોટો ઝટકો લાગ્યો છે. Zomato ને GST ડિમાન્ડ નોટિસ મળી છે. ઓનલાઈન ઓર્ડર લેનાર ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zometo ને દંડ સહિત રૂ. 11.81 કરોડનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.

Advertisement

  • આયકર વિભાગે Zometo ને નોટીસ ફટકારી
  • કંપની પાસેથી રુ. 11.81 કરોડનો દંડ વસૂલ કરાશે
  • Zometo એ રૂ. 125 કરોડનો નફો નોંધાવ્યો

કંપનીને નોટિસમાં આપવામાં આવેલા આદેશમાં જુલાઈ 2017-માર્ચ 2021 ના સમયગાળા માટે રૂ. 5.9 કરોડની GST ડિમાન્ડ સ્વરૂપે રૂ. 5.9 કરોડની પેનલ્ટીનો સમાવેશ થાય છે. Zomato એ સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી હતી કે કંપનીને જુલાઈ 2017 થી માર્ચ 2021 ના સમયગાળા માટે સેન્ટ્રલ GST, ગુરુગ્રામના એડિશનલ કમિશનર તરફથી આદેશ મળ્યો છે. જેમાં 5,90,94,889 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Finance Minister : National GDP માં ગુજરાતનું યોગદાન 8.3% થી વધુઃ નિર્મલા સીતારમણ

Zometo એ રૂ. 125 કરોડનો નફો નોંધાવ્યો

આ મહિનાની શરૂઆતમાં, Zomato એ કહ્યું હતું કે તેને 2018 માં GST ના રૂ. 4.2 કરોડની ટૂંકી ચુકવણી પર દિલ્હી અને કર્ણાટકના ટેક્સ અધિકારીઓ તરફથી નોટિસ મળી છે. કંપનીએ કહ્યું હતું કે તે ટેક્સ ડિમાન્ડ નોટિસ સામે અપીલ કરશે. ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં Zometo એ રૂ. 125 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં રૂ. 390 કરોડનો સુધારો છે.

Advertisement

આ પણ વાંચો: Gold Prices Today : સતત પાંચમા સપ્તાહે સોના-ચાંદીમાં તેજી યથાવત

Tags :
Advertisement

.