Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google Pixel 8: ભારતમાં Google Pixel 8નું ઉત્પાદન શરૂ,અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી આપી માહિતી

મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગળ વધી રહ્યુ છે ભારત મેડ ઇન ઇન્ડિયા Google Pixel 8નું પ્રોડક્શન શરૂ અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરીને આપી માહિતી Google Pixel 8: હવે ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યુ છે પછી તે ડિફેન્સ...
google pixel 8  ભારતમાં google pixel 8નું ઉત્પાદન શરૂ અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી આપી માહિતી
  1. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગળ વધી રહ્યુ છે ભારત
  2. મેડ ઇન ઇન્ડિયા Google Pixel 8નું પ્રોડક્શન શરૂ
  3. અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરીને આપી માહિતી

Google Pixel 8: હવે ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યુ છે પછી તે ડિફેન્સ હોય કે અન્ય કોઇ ક્ષેત્ર. ત્યારે હવે મોબાઇલ બનાવવામાં પણ ભારત આત્મનિર્ભર બનવાની રાહ પર છે. ત્યારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુગુલ પિક્સેલ 8(Google Pixel 8)ને લઇને એક ખુશીના સમાચાર આપ્યા છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે હવે ભારતમાં ગૂગલ પિક્સેલ 8 નું પ્રોડક્શન શરૂ થઇ ગયુ છે.

Advertisement

અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

મહત્વનું છે કે ગૂગલ પિક્સેલ 8 સ્માર્ટફોનને ભારતીય બજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે કંપનીએ એક્સ પોસ્ટ પર એલાન કર્યુ છે કે આ સ્માર્ટફોનને ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. એટલે કે હવે મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન જોવા મળશે. હાલ તેનું પ્રોડક્શન શરૂ થઇ ગયુ છે બહુ જલ્દી તે માર્કેટમાં પણ જોવા મળશે.

Advertisement

આ પણ  વાંચો -Share Market :શેરબજારમાં શાનદાર શરૂઆત,સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી

ઓક્ટોબર 2023 માં જાહેરાત કરી

ઉલ્લેખનીય છે કે કંપનીએ ઓક્ટોબર 2023માં જ આની જાહેરાત કરી હતી. કંપનીના સપ્લાય પાર્ટનર ફોક્સકોને પણ બીજા ક્વાર્ટરમાં આ સ્માર્ટફોનનું ટ્રાયલ પ્રોડક્શન શરૂ કરી દીધું છે. અને ટૂંક સમયમાં ગૂગલ પિક્સેલ 8 સ્માર્ટફોન પણ ભારતીય સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. ગૂગલે અમેરિકન સ્થાનિક ઓનલાઈન સમાચારપત્ર ટેકક્રંચના જણાવ્યા મુજબ ગૂગલ પિક્સેલ 8 એકમાત્ર એવો સ્માર્ટફોન છે જેનું ભારતમાં ઉત્પાદન થશે. જો કે તેમાં Pixel 8 Pro (Google Pixel 8 Pro) અને Pixel 8A (Google Pixel 8A)નો સમાવેશ થતો નથી. જોકે, ગૂગલે તેના મેન્યુફેક્ચરિંગ પાર્ટનર વિશે માહિતી શેર કરી નથી.

Advertisement

આ પણ  વાંચો -Google નો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો,જાણો કિંમત

શું છે Google Pixel 8 ની વિશેષતાઓ

  • કંપનીએ Pixel 8 માં 6.2 ઇંચની Actua ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે 42 ટકા વધુ તેજ પ્રદાન કરે છે.
  • આ ડિસ્પ્લે 90 થી 120 Hz સુધીના વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
  • Google Pixel 8 માં 4,485 mAh ની પાવરફુલ બેટરી છે.
  • આ ઉપરાંત આ બેટરી ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
  • Google Pixel 8માં 50 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલનો મુખ્ય પ્રાથમિક કેમેરા છે.
  • સેલ્ફી માટે કંપનીએ તેને 10.5MP ફ્રન્ટ કેમેરા આપ્યો છે.
  • આ સ્માર્ટફોન Tensor G3 પ્રોસેસર સાથે આવે છે.

Tags :
Advertisement

.