ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gold Silver Price : તેજી બાદ ચાંદીમાં કડાકો,જાણો સોનામાં કેટલો ભાવ ઘટ્યો

Gold Silver Price:સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ચાંદી (Silver)ના ભાવમાં 2 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 91,000 રૂપિયા પ્રતિ કિલોની નીચે આવી ગયો છે. ચાંદી (Silver) ઉપરાંત,...
10:11 PM May 23, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage

Gold Silver Price:સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ચાંદી (Silver)ના ભાવમાં 2 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 91,000 રૂપિયા પ્રતિ કિલોની નીચે આવી ગયો છે. ચાંદી (Silver) ઉપરાંત, વાયદા બજારમાં સોના (Gold)ના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં રૂ. 600 સસ્તો થયો છે અને રૂ. 72,400ની નજીક આવ્યો છે.

ચાંદી (Silver)માં જબરદસ્ત ઘટાડો

23 મે, 2024 ના રોજ ગુરુવારે બજાર ખુલતાની સાથે જ ચાંદી (Silver)ના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વાયદા બજારમાં આજે ચાંદી (Silver) ગઈકાલની સરખામણીએ રૂ. 2,274 ઘટીને રૂ. 90,739 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી. બુધવારે ચાંદી (Silver) 93,013 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોનું (Gold) પણ સસ્તું થયું

ચાંદી (Silver) ઉપરાંત MCX પર સોના (Gold)ના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે, MCX પર સોનું (Gold) ગઈકાલની સરખામણીમાં 636 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું અને 72,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યું. બુધવારે 24 કેરેટ સોનું (Gold) 73,046 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં સ્પોટ સોનું $2,375 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં $42 ઓછું છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો અને તે 30.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીની કિંમત $31.75 પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. નબળા હાજર માંગ વચ્ચે, સટોડિયાઓએ તેમના સોદાનું કદ ઘટાડ્યું, જેના કારણે ગુરુવારે વાયદાના વેપારમાં સોનાની કિંમત રૂ. 731 ઘટીને રૂ. 72,315 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, જૂનમાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત રૂ. 731 ઘટીને રૂ. 72,315 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. આમાં 7,956 લોટનો વેપાર થયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સોનાના વાયદાના ભાવમાં ઘટાડો થયો હતો.

આ પણ  વાંચો - Stock Market Today: લોકસભા ચૂંટણીના સમયગાળામાં શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ

આ પણ  વાંચો - BSE Market Cap: સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારે ઈતિહાસ રચીને રોકાણકારોને કર્યા ધનવાન

આ પણ  વાંચો - Cryptocurrency: Bitcoin71000 ડોલરને પાર,જાણો ઉછાળાનું કારણ

Tags :
GoldGold Price TodayGOLD RATE FORMULAsilverSilver Price