Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર,જાણો નવો ભાવ

સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર 18 કેરેટથી લઈને 24 કેરેટમાં ઘટાડો 300 રૂપિયાના ઘટાડા જોવા મળ્યો Gold-Silver Price:આજે દેશના બુલિયન માર્કેટમાં સોનું સતત બીજા દિવસે સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો. મળતી માહિતી...
gold silver price  સોના ચાંદીના ભાવમાં ફેરફાર જાણો નવો ભાવ
  • સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
  • 18 કેરેટથી લઈને 24 કેરેટમાં ઘટાડો
  • 300 રૂપિયાના ઘટાડા જોવા મળ્યો

Gold-Silver Price:આજે દેશના બુલિયન માર્કેટમાં સોનું સતત બીજા દિવસે સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો. મળતી માહિતી અનુસાર, સોના-ચાંદીના ભાવ દરરોજ ટેક્સ અને ઉત્પાદન ખર્ચને લીધે વધઘટ થતા રહે છે. બુધવારે બુલિયન માર્કેટમાં 18 કેરેટથી લઈને 24 કેરેટ સુધીના સોનાની કિંમતમાં (Gold-Silver Price)ઘટાડો આવ્યો છે. બુલિયન માર્કેટ ખુલવાની સાથે સોનાનો ભાવ 330 રૂપિયા ઘટીને 77060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. આ અગાઉ પહેલી ઑક્ટોબરે આનો ભાવ 77390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો બુધવારે 300 રૂપિયાના ઘટાડા બાદ તેની કિંમત 70650 રૂપિયા થઈ ગઈ છે.

Advertisement

આ સિવાય જો 18 કેરેટ સોનાની વાત કરીએ તો બુધવારે તેની કિંમત 250 રૂપિયા ઘટીને 57800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 1 ઓક્ટોબરે તેની કિંમત 58050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી જરૂરી છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે તેને ખરીદતી વખતે પણ જોવું જોઈએ. આ સોનાની શુદ્ધતાની ગેરંટી છે. યુએસ ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલની ઓછી આક્રમક નીતિ હળવી કરવાની તરફેણમાં ઝુકાવતાં સોનાના ભાવ ઘટીને ચાર દિવસની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેના કારણે યુએસ ડોલરમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ  વાંચો -Sensex 1 lakh ની સપાટી ક્યારે પાર કરશે? એક્સપર્ટે કહ્યું- હવે મંઝિલ દૂર નથી!

Advertisement

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ખરીદીની તક

મળતી માહિતી અનુસાર, બુલિયન માર્કેટમાં તહેવારોની સિઝન અને લગ્નસરા પહેલા સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્રીજા દિવસે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટયા છે. આવામાં સોનું ખરીદવાની સોનેરી તક છે.

આ પણ  વાંચો -New Rules: આજથી દેશમાં આ 10 મોટા ફેરફાર,દરેક ખિસ્સા પર પડશે અસર!

Advertisement

ચાંદીના ભાવ ત્રીજા દિવસે પણ સ્થિર

સોના ઉપરાંત ચાંદીની વાત કરીએ તો બુધવારે આજે માર્કેટ ઓપન થતા ચાંદીના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો. બજારમાં ચાંદીની કિંમત 95 હજાર રૂપિયા પ્રતિ કિલો રહી છે. આ અગાઉ પહેલી ઑક્ટોબરે પણ આ જ ભાવ હતો.

આ પણ  વાંચો -Bank Holidays: ઓક્ટોબરમાં કુલ 15 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ રજાઓની યાદી

સોનાની શુદ્ધતા કઈ રીતે જાણશો?

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે. 22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે. 24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.

Tags :
Advertisement

.