Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર,જાણો નવો ભાવ

નવરાત્રિમાં સોના-ચાંદીનામાં તેજી સોનાનો ભાવ 75 હજારને નજીક ચાંદીમાં 356 રપિયાનો વધારો Gold-Silver Price :બુધવારે સોના-ચાંદી(Gold-Silver Price.)ના કારોબારના પ્રારંભમાં તેજી જોવા મળી રહી છે. બંનેના વાયદા ભાવ આજે તેજીની સાથે ખુલ્યા છે. સોનાનો વાયદા ભાવ 75,200 રૂપિયાની નજીક, જ્યારે...
gold silver price  સોના ચાંદીના ભાવમાં ફેરફાર જાણો નવો ભાવ
  • નવરાત્રિમાં સોના-ચાંદીનામાં તેજી
  • સોનાનો ભાવ 75 હજારને નજીક
  • ચાંદીમાં 356 રપિયાનો વધારો

Gold-Silver Price :બુધવારે સોના-ચાંદી(Gold-Silver Price.)ના કારોબારના પ્રારંભમાં તેજી જોવા મળી રહી છે. બંનેના વાયદા ભાવ આજે તેજીની સાથે ખુલ્યા છે. સોનાનો વાયદા ભાવ 75,200 રૂપિયાની નજીક, જ્યારે ચાંદીના વાયદા ભાવ 89,100 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તેજીની સાથે ખુલ્યા છે.

Advertisement

સોનાના વાયદા ભાવની શરૂઆત આજે તેજીની સાથે થઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 10 રૂપિયાની તેજીની સાથે 75,171 રૂપિયાના ભાવ પર ખુલ્યો હતો. છેલ્લા આ કોન્ટ્રાક્ટ 16 રૂપિયાની તેજીની સાથે 75,177 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 75,190 રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 75,153 રૂપિયાના ભાવે દિવસના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. સોનાના વાયદા ભાવે આ વર્ષે 76,630 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.

શહેર
22 કેરેટ24 કેરેટ
ચેન્નાઈ
₹70,300 ₹76,690
મુંબઈ
₹70,300₹76,690
દિલ્હી
₹70,450₹76,840
કોલકાતા
₹70,300 -₹76,690
બેંગ્લોર
₹70,300 -₹76,690
હૈદરાબાદ
₹70,300₹76,690
પુણે
₹70,300 -₹76,690
વડોદરા
₹70,350₹76,740
અમદાવાદ
₹70,350₹76,740

ચાંદી મોંઘી થઈ ગઈ

ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ હતી. એમસીએક્સ પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂ. 361ના ઉછાળા સાથે રૂપિયા 89,100 પર ખુલ્યો હતો. છેલ્લે આ કોન્ટ્રાક્ટ રૂપિયા 356ના વધારા સાથે રૂપિયા 89,085 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂપિયા 89,161 અને દિવસની નીચી સપાટી રૂપિયા 89,085 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો-Repo Rate પર RBI નો મોટો નિર્ણય, જાણો તમારી લોનની EMI વધી કે ઘટી!

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના વાયદા ભાવની શરૂઆત તેજીની સાથે થઈ હતી. કોમેક્સ પર સોનું 2,640.70 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર ખુલ્યું, ગત ક્લોઝિંગ પ્રાઈઝ 2,635.40 ડોલર પ્રતિ ઔંસ હતું. છેલ્લા આ 1.20 ડોલરની તેજીની સાથે 2,636.60 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીના વાયદા ભાવ 30.86 ડોલરના ભાવ પર ખુલ્યા, ગત ક્લોઝિંગ પ્રાઈઝ 30.60 ડોલર હતો. છેલ્લે આ 0.14 ડોલરની તેજીની સાથે 30.74 ડોલર પ્રતિ ઓંસના ભાવે કારોબાર કરી રહ્યો હતો.

Advertisement

Tags :
Advertisement

.