Gold Price Today: સોનાની કિંમતમાં ઉછાળો,ચાંદી પણ મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
- સોના ચાંદીના ભાવ આસમાને
- સોનાના 87 હજારને પાર
- ચાંદીની 99685 રૂપિયા
Gold Price Today: હોળાષ્ક પૂર્ણ થયા. પરંતુ હવે મીનારક કમૂર્તા શરૂ થયા છે. આવા સમયે માંગલિક પ્રસંગો ન થઇ શકે. પરંતુ હા, લગ્નની તૈયારીઓ તો થઇ શકે. પરંતુ લગ્નને લઇને તમે જો સોના ચાંદીની (silver price)ખરીદી કરવા માગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. સોનાના (gold price)87 હજાર રૂપિયા પ્રતિ 10 પર જોવા મળ્યો હતો. જેના કારણ કે સોના-ચાંદીના ભાવમાં રોજબરોજ વધઘટ જોવા મળે છે. ત્યારે 17 માર્ચની વાત કરીએ તો, આજે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે.
સોના-ચાંદીમાં ભાવ વધારો
17 માર્ચ, 2025 ના રોજ સવારે ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું હવે 87 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર છે, જ્યારે ચાંદીનો ભાવ 99 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 87891 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 99685 રૂપિયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 86843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે આજે (સોમવાર) સવારે વધુ મોંઘો થઈને 87891 રૂપિયા પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, શુદ્ધતાના આધારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.
શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
દિલ્હી | 82,340 | 89,810 |
ચેન્નાઇ | 82,190 | 89,660 |
મુંબઇ | 82,190 | 89,660 |
કોલકાતા | 82,190 | 89,660 |
અમદાવાદ | 82,150 | 89,610 |
આ પણ વાંચો -ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી વાઇનની ડિમાન્ડ ખતમ થઇ જશે, જાણો શું છે પ્લાન
આજે 22 કેરેટ સોનાનો ભાવ
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર આજે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87,539 રૂપિયા છે. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 80,508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 65918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 51416 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચો -Gold Price: ધુળેટીના દિવસે સોનામાં તેજીનો રંગ,ગોલ્ડનો ભાવ પહેલી વખત 88300 રૂપિયાને પાર
મેકિંગ ચાર્જ અને ટેક્સ અલગથી વસૂલવામાં આવે છે
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવો વિશે માહિતી આપે છે. આ બધી કિંમતો કર અને મેકિંગ ચાર્જ પહેલાંની છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં માન્ય છે પરંતુ તેના ભાવમાં GSTનો સમાવેશ થતો નથી. કૃપા કરીને નોંધ લો કે ઘરેણાં ખરીદતી વખતે, સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે કારણ કે તેમાં કરનો સમાવેશ થાય છે.