Gold Price : સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી,જાણો લેસ્ટેટ ભાવ!
- સોનામાં અંધાધુંધ તેજી, લાખેણું બનવા તરફ દોટ!
- સોનાના ભાવ રેકૉર્ડબ્રેક સપાટીએ 96,587એ પહોંચ્યા
- સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1,677 રૂપિયાનો ઉછાળો
- ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ બુલિયન એસોસિએશનના દર
- અક્ષય તૃતીયા સુધીમાં જ સોનાના ભાવ લાખને પાર જઇ શકે
Gold Price : આજે સોનાના ભાવમાં એકવાર ફરીથી બંપર તેજી જોવા(Gold Price) મળી રહી છે. વાયદા બજારમાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે ગોલ્ડ 1,677 રૂપિયાની તેજી સાથે 96587 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. આ જ હાલ ચાંદીના પણ છે. ચાંદી 585 રૂપિયાની તેજી સાથે 95622 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. બજારમાં આવેલી આ તેજીથી કોમોડિટી બજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રિટલ બજારમાં સોના ચાંદીના શું હાલ છે તે પણ ખાસ જાણો.
આ પણ વાંચો -Gold Price: સોનાની કિંમતમાં વધારો થવાના 5 મહત્વના અને તાર્કિક કારણો
આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે સોનાના હાલ
આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું $50 ના ઉછાળા સાથે $3,375 પર પહોંચી ગયું છે. જ્યારે ઈરાન પર લાગેલી પાબંધીઓના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તેજી આવી છે. ભારતીય કંપનીઓના ADR (American Depository Receipts) માં HDFC અને ICICI બેંકના શેરોમાં 4 ટકાની મજબૂતી જોવા મળી જ્યારે ટેક સેક્ટરમાં નબળાઈ જોવા મળી. ઈન્ફોસિસ અને ટાટા એલેક્સીએ નબળા પરિણામો રજૂ કર્યા જેનાથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી.
આ પણ વાંચો -Stock Market : આજે આ 5 શેરોમાં આવી શકે છે ઉછાળો, ખાસ નજર રાખજો
શરાફા બજારમાં સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનામાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે 1,677 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 96,587 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લો ક્લોઝિંગ ભાવ 94,910 રૂપિયા હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 1,049 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને