Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

General Insurance:સરકારી વીમા કંપનીઓનું નુકસાન માંથી બહાર આવી રહી છે : નાણા મંત્રાલય

સરકારી વીમા કંપનીઓ નુકસાન માંથી બહાર આવી રહી છે ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સને રૂ. 5,000 કરોડનું નુકસાન થયું ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે 1,000 કરોડનો નફો કર્યો General Insurance:નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રમાં સરકારી સામાન્ય વીમા કંપનીઓ(General Insurance)ને માત્ર આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત...
general insurance સરકારી વીમા કંપનીઓનું નુકસાન માંથી બહાર આવી રહી છે   નાણા મંત્રાલય
  1. સરકારી વીમા કંપનીઓ નુકસાન માંથી બહાર આવી રહી છે
  2. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સને રૂ. 5,000 કરોડનું નુકસાન થયું
  3. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે 1,000 કરોડનો નફો કર્યો

General Insurance:નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રમાં સરકારી સામાન્ય વીમા કંપનીઓ(General Insurance)ને માત્ર આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જ નહીં. પરંતુ નફામાં સુધારો કરવાનું લક્ષ્ય પણ રાખવા જણાવ્યું છે. સરકારે તાજેતરમાં ત્રણ જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સમાં અલગ-અલગ હપ્તામાં આશરે રૂ. 7,250 કરોડનું રોકાણ કર્યું છે.

Advertisement

વધુ મૂડી રોકાણની જરૂર નહીં પડે: નાણા મંત્રાલયે

નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે, અમે સરકારી સામાન્ય વીમા કંપનીઓની કામગીરી પર નજર રાખી રહ્યા છીએ અને તેઓએ સુધારો કરવાનું શરૂ કર્યું છે. તેથી, અમે આ વર્ષના તેના પ્રદર્શન પર નજર રાખીશું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કંપનીઓને વધુ મૂડી રોકાણની જરૂર પડશે નહીં. આ જ કારણ છે કે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

આ પણ વાંચો -Tel Aviv માં રહેલા ભારતીયો માટે ભારતીય Embassy એ જાહેર કરી આ Advisory

Advertisement

નાણાકીય વર્ષ 2022-23માં ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સને રૂ. 5,000 કરોડનું નુકસાન

વિવેક જોશીએ જણાવ્યું હતું કે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 5,000 કરોડનું નુકસાન થયું હતું, ત્યારબાદ કંપનીએ શાનદાર પુનરાગમન કર્યું હતું અને નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 18 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 3,800 કરોડ રૂપિયાથી ઘટાડીને નાણાકીય વર્ષ 2023-24માં 187 કરોડ રૂપિયા કરી દીધા છે. તેવી જ રીતે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2,800 કરોડનું નુકસાન થયું હતું. આ સરકારી વીમા કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં તેની ખોટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને તેને 2800 કરોડ રૂપિયાથી 800 કરોડ રૂપિયા સુધી લાવવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો -Stock Market Crash: શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 886 પોઈન્ટનો કડાકો

Advertisement

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સનું શાનદાર પ્રદર્શન

આ તમામ કંપનીઓમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. સારી વાત એ છે કે કંપનીનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,000 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને રૂ. 1,100 કરોડ થયો હતો. ફોકસમાં ફેરફાર ઉપરાંત, સરકાર આ વીમા કંપનીઓમાં ચાલી રહેલા ઓપરેશનલ મુદ્દાઓ પર પણ ધ્યાન આપી રહી છે.

Tags :
Advertisement

.