Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gautam Adani : ફરી એકવાર 100 અબજ ડોલરના ક્લબમાં સામેલ! જાણો નેટવર્થ

Gautam Adani : શેરબજાર(Share Market)માં આવેલી સુનામીને કારણે રોકાણકારોને 31 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દરમિયાન અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ને સૌથી વધુ નુકસાન થયું હતું અને તેમની સંપત્તિમાં એક જ ઝાટકે રૂ. 2 લાખ કરોડથી વધુનો...
gautam adani   ફરી એકવાર 100 અબજ ડોલરના ક્લબમાં સામેલ  જાણો નેટવર્થ

Gautam Adani : શેરબજાર(Share Market)માં આવેલી સુનામીને કારણે રોકાણકારોને 31 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દરમિયાન અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ને સૌથી વધુ નુકસાન થયું હતું અને તેમની સંપત્તિમાં એક જ ઝાટકે રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. જોકે, બજારમાં સતત બે દિવસથી રિકવરી જોવા મળી રહી છે અને તેની અસર અદાણીની નેટવર્થ(Gautam Adani Net Worth)પર પણ પડી છે. આ બે દિવસથી ચાલી રહેલા ઉછાળાને કારણે કારણે ગૌતમ અદાણીએ ફરી એકવાર જોરદાર કમબેક કર્યું છે અને 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થઈ ગયા છે.

Advertisement

24 કલાકમાં 46000 કરોડ રૂપિયાનો વધારો થયો છે

મંગળવારના તીવ્ર ઘટાડામાંથી રિકવર થતા બુધવારે શેરબજારમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો Sensex 2300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો જ્યારે NSE નિફ્ટી 700 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રૂપ(Adani Group)ની શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તેની અસરને કારણે તેમની નેટવર્થમાં માત્ર 24 કલાકમાં રૂ. 46000 કરોડથી વધુનો વધારો જોવા મળ્યો છે.

Advertisement

અમીરોની યાદીમાં એક સ્થાન ઉપર આગળ વધ્યા છે

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index)અનુસાર અદાણી ગ્રુપના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ (Gautam Adani Networth)$5.59 બિલિયન વધીને $103 બિલિયન થઈ ગઈ છે. નેટવર્થમાં આ વધારાને કારણે અબજોપતિઓની યાદીમાં તેની રેન્કિંગમાં (Billionaires List)પણ સુધારો થયો છે અને તે 15મા સ્થાનેથી 14મા સ્થાને પહોંચી ગયો છે.

Advertisement

મંગળવારે મોટું નુકસાન થયું હતું

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામ Lok Sabha Election Resultના દિવસે પરિણામો આવી રહ્યા હતા ત્યારે શેરબજાર ઘટવાના નવા રેકોર્ડ બનાવી રહ્યું હતું. બપોરે 12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 6000 પોઈન્ટ્સથી વધુ લપસી ગયો હતો, જ્યારે નિફ્ટી 1900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. શેરબજારમાં મોટા ઘટાડા સાથે અબજોપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની નેટવર્થમાં એક જ દિવસમાં 24.9 અબજ ડોલર અથવા 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો અને તે ઘટીને 97.5 અબજ ડોલર થઈ ગયો હતો.

Adaniના તમામ 10 શેર્સમાં આવી તેજી

બુધવારની તેજી બાદ આજે ગુરુવારે પણ અદાણીના શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે અને ગ્રૂપના તમામ 10 શેર્સ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે તેમાં Adani Enterprises Share 3.11%, Adani Power Share 7.53%, Adani Green Energy Share 3.96%, Adani Ports Share 2.69%, Adani Wilmar Share 3.31%, Adani Total Gas Share 5.01%, Adani Energy Solutions Share 6.05%, ACC Ltd Share 3.82%, Ambuja Cements Share 2.97% અને NDTV Share 3.81% ના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

આ પણ  વાંચો - SHARE MARKET : મોદી સરકારની હેટ્રિક પહેલા માર્કેટની ધુંઆધાર બેટિંગ, લીલા નિશાન સાથે શરૂઆત

આ પણ  વાંચો - Share Market Update: NDA સરકાર આવતાની સાથે રોકાણકારો કરોડપતિથી લાખોપતિ બન્યા

આ પણ  વાંચો - SHARE MARKET : શેરબજાર ખૂલતાની સાથે સેન્સેક્સમાં 518 પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.