Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gautam Adani: ગૌતમ અદાણી લેશે રિટાયરમેન્ટ! જાણો કોને સોંપશે કંપનીની કમાન?

70 વર્ષની ઉંમરે લેશે રિટાયરમેન્ટ ગ્રૂપના ચેરમેનનું પદ છોડશે? 2030ની શરૂઆતમાં કંપની નવા માલિકને આપશે?   Gautam Adani Retirement Plan: બિઝનેસ જગતમાં ખાસ નામ ધરાવતા ગૌતમ અદાણી 70ની ઉંમરે રિટાયરમેન્ટ (Gautam Adani Retirement Plan) લેશે અને સાથે જ સૂત્રો...
gautam adani  ગૌતમ અદાણી લેશે રિટાયરમેન્ટ  જાણો કોને સોંપશે કંપનીની કમાન
  1. 70 વર્ષની ઉંમરે લેશે રિટાયરમેન્ટ
  2. ગ્રૂપના ચેરમેનનું પદ છોડશે?
  3. 2030ની શરૂઆતમાં કંપની નવા માલિકને આપશે?

Advertisement

Gautam Adani Retirement Plan: બિઝનેસ જગતમાં ખાસ નામ ધરાવતા ગૌતમ અદાણી 70ની ઉંમરે રિટાયરમેન્ટ (Gautam Adani Retirement Plan) લેશે અને સાથે જ સૂત્રો દ્વારા મળતી માહિતિ અનુસાર તેઓ દીકરા અને ભત્રીજાને ગ્રૂપની કમાન સોંપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. બ્લૂમબર્ગને આપેલી માહિતિમાં તેમણે આ મેગા પ્લાનનો ખુલાસો કર્યો છે કે તેઓ જ્યારે રિટાયર થશે ત્યારે 4 ઉત્તરાધિકારી- દીકરો કરણ અને જીત સિવાય ભત્રીજા પ્રણવ અને સાગરને પણ ટ્રસ્ટના બરાબરના લાભાર્થી બનાવશે.

હાલમાં કોની પાસે છે જવાબદારી

મળતી માહિતિ અનુસાર ગૌતમ અદાણીના મોટા દીકરા કરણ અદાણી, અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર છે જ્યારે તેમના નાના દીકરા જીત અદાણી, અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર છે. મળતી માહિતિ અનુસાર પ્રણવ અદાણી, અદાણી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર છે અને સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જીના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર છે. અદાણી ગ્રૂપની વાત કરીએ તો તેમાં 10 લિસ્ટેડ કંપનીઓ છે. તેનું ટોટલ માર્કેટ કેપ લગભગ 21.3 હજાર કરોડ ડોલર છે. ગ્રૂપના કારોબાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સ, શિપિંગ, સીમેન્ટ, સોલર એનર્જી વગેરે સેક્ટરમાં ફેલાયેલું છે.

Advertisement

આ પણ  વાંચો -Stock market Crash: આ પાંચ કારણોને લઈ શેરબજારમાં આવ્યો સૌથી મોટા કડાકો

Advertisement

કોણ બનશે નવા ચેરમેન?

મળતી માહિતિ અનુસાર કરણ અને પ્રણવ ચેરમેન બનવા માટે મજબૂત ઉમેદવાર હોઈ શકે છે. એક ઈન્ટરવ્યૂ અનુસાર ગૌતમ અદાણીએ કહ્યું છે કે તેમની પાસે નવી પેઢીની પાસે ગ્રૂપની કમાન સંભાળવાની સિસ્ટમેટિક રીતે પહોંચે. તેનો વિકલ્પ તેમને અન્ય પેઢીની પાસે રાખ્યો છે.

આ પણ  વાંચો -Share Market Crash :શેરબજારમાં ભૂકંપ, Sensex માં 1500 પોઈન્ટનો કડાકો

કેટલી મળશે ભાગીદારી?

સૂત્રો દ્વારા મળતી માહિતિ અનુસાર બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે એક કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ ગ્રૂપની કંપનીમાં ભાગીદારીને લઈને ઉત્તરાધિકારીને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ કર્યો છે. આ સિવાય તેઓએ એમ પણ કહ્યું કે કરણ, જીત અને ભત્રીજા પ્રણવ અને સાગરનો હેતુ એક પરિવારની જેમ કંપની ચલાવવાનો છે. જો ગૌતમ અદાણી ગ્રૂપની કમાન થોડશે તો તે નવી પેઢી તેને પરિવારના રૂપમાં ચલાવશે. તમામ ઉત્તરાધિકારીઓને ફેમિલિ ટ્રસ્ટમાં બરાબરનો ભાગ મળશે.

આ પણ  વાંચો -General Insurance:સરકારી વીમા કંપનીઓનું નુકસાન માંથી બહાર આવી રહી છે : નાણા મંત્રાલય

ગૌતમ અદાણીના દીકરાઓએ કહ્યું કે જ્યારે ગૌતમ અદાણી પોતાનું પદ છોડશે તો સંકટ કે કોઈ નીતિગત કોલની સ્થિતિમાં પરિવાર સાથે મળીને નિર્ણય લેશે. આ માહિતિ એવા સમયે સામે આવી છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝે વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિકમાં બમણાથી વધારે નફો નોંધાવ્યો છે.

Tags :
Advertisement

.