Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

FASTag Rules: આજથી નિયમોમાં ફેરબદલ કરાયો, ટોલ પર આ ભૂલ ભારે પડશે

દેશમાં આજથી પહેલી ઓગસ્ટના રોજ નવા નિયમો લાગુ થઈ ગયા નવા નિયમોનું પાલન નહિ થાય તેને બ્લેકલિસ્ટ કરાશે ફાસ્ટેગ માટે યુઝર્સે પોતાનું કેવાયસી પ્રક્રિયાને અપડેટ કરાવવું પડશે   FASTag Rules:દેશમાં આજથી પહેલી ઓગસ્ટના રોજ નવા નિયમો લાગુ થઈ ગયા...
02:34 PM Aug 01, 2024 IST | Hiren Dave

 

FASTag Rules:દેશમાં આજથી પહેલી ઓગસ્ટના રોજ નવા નિયમો લાગુ થઈ ગયા છે. જો તમે પણ ફાસ્ટેગ યુઝર (FASTag Rules)છો તો આ ખબર તમારા કામની છે. નવા નિયમોનું જો પાલન નહીં કરો તો તેને બ્લેકલિસ્ટ કરી શકાય છે. હાલાકાથી બચવા યુઝરે ટોલ પ્લાઝા પર પોતાના ફાસ્ટેગ ખાતામાં કેટલાક ફેરબદલ કરવા પડશે. નવા નિયમ લાવવાનો હેતુ માત્ર યુઝર્સની સગવડ માટે લાવવામાં આવી છે જેથી ટોલ પર ભીડ ન લાગે અને ટોલ ફીનું પેમેન્ટ કરવામાં વાહનોને વધુ સમય સુધી ટ્રાફિક જામના ફસાઈ જવાથી પણ બચી શકાય છે. જાણો નવા નિયમ અંગે..

 

ફાસ્ટેગનો નવો નિયમ

નવા નિયમ પ્રમાણે ફાસ્ટેગ માટે યુઝર્સે પોતાનું કેવાયસી પ્રક્રિયાને અપડેટ કરાવવી પડશે. નવા નિયમો હેઠળ પાંચ વર્ષ અથવા તેનાથી વધુ જૂના ફાસ્ટેગ ખાતાને ગુરુવારે પહેલી ઓગસ્ટથી બદલવો પડશે. આ માટે ફાસ્ટેગ યુઝરે પોતાના એકાઉન્ટના વીમા તારીખને તપાસવી પડશે. અને જરૂર પડયે ઓથોરિટીથી ફાસ્ટેગ કાર્ડ રિપ્લેસ કરાવવું પડશે. જૂના ફાસ્ટેગ ખાતા અમાન્ય થઈ જશે. નવા નિયમ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઈ જશે.

 

ફાસ્ટેગ એકાઉન્ટને બ્લેક લિસ્ટ  પણ થઈ શકે છે

આ ઉપરાંત જે ફાસ્ટેગ ખાતાને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થયો છે અથવા ફરીથી કેવાયસી કરાવવાની જરૂર છે. ફાસ્ટેગ સર્વિસથી કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર છે. ધ્યાન રાખવાની વાચ એ છે કે જો પહેલી ઓગસ્ટથી ડેડલાઈનની વચ્ચે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહિ કરાય તો ફાસ્ટેગ એકાઉન્ટને બ્લેક લિસ્ટ કરાઈ શકે છે.

આ પણ  વાંચો -Bank Holiday: ઓગસ્ટમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જુઓ લિસ્ટ

આ રીતે કરો કેવાયસી

કેવાયસી કરવા ખૂબ સરળ છે. આ માટે તમારી પાસે પોતાની કારના તમામ દસ્તાવેજ હોવા જરૂરી છે. આ સિવાય કારના માલિકનું આઈડી કાર્ડ પણ હોવું જરૂરી છે. કેવાયસી અપ-ડેટ કરવા દરમિયાન તમારા વાહનની આગળ અને પાછળ એકદમ સ્પષ્ટ ફોટો અપલોડ કરવો જરૂરી છે. યુઝર્સે પોતાના કેવાયસી પ્રક્રિયા 31 ઓક્ટોબર 2024 સુધી પૂર્ણ કરવી જોઈએ.

આ પણ  વાંચો -Gold-Silver Price: મહિનાના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, જાણો નવી કિંમત

 

Tags :
AugustAugust 2024August Rule ChangeFASTagFastag RulegoogleGoogle Maps
Next Article