Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Export duty on onion : ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય

Export duty on onion : સરકારે શુક્રવારે ડુંગળીની (Onion Export duty) નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. આ સાથે સરકારે 31 માર્ચ 2025 સુધી સ્વદેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી (chana Import Duty)મુક્તિ આપવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત 31 ઓક્ટોબર...
export duty on onion   ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય

Export duty on onion : સરકારે શુક્રવારે ડુંગળીની (Onion Export duty) નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. આ સાથે સરકારે 31 માર્ચ 2025 સુધી સ્વદેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી (chana Import Duty)મુક્તિ આપવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત 31 ઓક્ટોબર 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલ 'બિલ ઑફ એન્ટ્રી' દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે.બિલ ઑફ એન્ટ્રી એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે.

Advertisement

હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, સરકાર ભારતને અનુકૂળ દેશોમાં નિકાસની છૂટ આપે છે. તેણે UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.

Advertisement

કેન્દ્ર સરકારે દેશી ચણા પર આપી  છૂટ

ચણાનું વાવેતર ઘટતાં કેન્દ્ર સરકારે દેશી ચણા પરથી આયાત ડ્યૂટી દૂર કરી 31 માર્ચ, 2025 સુધી ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. ગત મહિને ચણાની કિંમત 10 ટકા વધી રૂ. 6300 ક્વિન્ટલ થઈ હતી. જે અગાઉ ફેબ્રુઆરીમાં રૂ. 5700 પ્રતિ ક્વિન્ટલ હતી. ટ્રેડર્સે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયામાંથી દેશી ચણાની આયાત થાય છે. સરકાર મુખ્ય ખાદ્ય ચીજોના પાક અને કિંમત પર સતત દેખરેખ રાખી આયાત-નિકાસના નિર્ણયો લઈ રહી છે.

Advertisement

પ્રતિબંધ છતાં આ દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે

ગયા અઠવાડિયે નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સરકારે છ દેશોમાં 99,150 ટન ડુંગળી મોકલવાની મંજૂરી આપી હતી. કેન્દ્રએ પશ્ચિમ એશિયા અને કેટલાક યુરોપિયન દેશોના નિકાસ બજારો માટે 2,000 ટન ખાસ ઉગાડવામાં આવેલી સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે ગયા વર્ષની સરખામણીમાં 6 દેશોમાં બાંગ્લાદેશ, UAE,ભૂતાન,બહેરીન,મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. 2023-24માં ખરીફ અને રવિ ઉત્પાદનના અંદાજિત નીચાને ધ્યાનમાં રાખીને પર્યાપ્ત સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) એ ઈ-પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીની ખરીદી કરી છે.

માલદીવ પરથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે

તાજેતરમાં ભારતે માલદીવમાં ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ અને કઠોળ જેવી ચોક્કસ ચીજવસ્તુઓની ચોક્કસ માત્રામાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક સૂચનામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ માલદીવમાં આ વસ્તુઓની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. માલદીવને ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ, કઠોળ, કાંકરી અને નદીની રેતીની નિકાસ કરવાની છૂટ હતી.

આ પણ  વાંચો  - મેન્યુફેક્ચરિંગને લઈને દેશને ફાયદો કે નુકશાન, જાણો શું કહે છે PMI નો રિપોર્ટ…

આ પણ  વાંચો  - Income Tax : આવકવેરા સંબંધિત કરીલે આ મહત્વના કામ,નહીં તો થશે મોટું નુકસાન

આ પણ  વાંચો  - Kaushik Group : આઉટડોર મીડિયા કંપની કૌશિક ગૃપ દ્વારા બ્રાંડ એન્થમ લોન્ચ કરાયું

Tags :
Advertisement

.