ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

Elon Musk in India : PM મોદીને મળવા એલન મસ્ક આતુર! પોસ્ટ કરીને મસ્કે કહી આ વાત

Elon Musk in India : અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક (ELON MUSK) આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. વાત જાણે એમ છે કે,એલન મસ્કે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM...
09:19 AM Apr 11, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
ELON MUSK IN INDIA

Elon Musk in India : અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક (ELON MUSK) આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. વાત જાણે એમ છે કે,એલન મસ્કે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) મળવાની આતુરતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મસ્ક આ મહિને 22 થી 27 એપ્રિલની વચ્ચે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. PM મોદી સાથેની મુલાકાત બાદ તેઓ ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે. મસ્કની કંપની ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન પ્લાન્ટ માટે સ્થાન શોધી રહી છે. એવું માનવામાં આવે છે કે, મસ્ક શરૂઆતમાં ભારતમાં $200 કરોડનું રોકાણ કરી શકે છે.

 

માર્ચમાં સરકારે ભારતની ઇલેક્ટ્રિક વાહન નીતિ રજૂ કરી છે

આ વર્ષે માર્ચમાં સરકારે ભારતની ઇલેક્ટ્રિક (Tesla Car) વાહન નીતિ રજૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને EVs માટે ઉત્પાદન હબ તરીકે પ્રમોટ કરવાનો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા અને ઉત્પાદન શરૂ કરવા માટે 4,150 કરોડ રૂપિયાનું લઘુત્તમ રોકાણ અને ત્રણ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાં 50 ટકા સ્થાનિક મૂલ્ય વધારા માટે પાંચ વર્ષની સમય મર્યાદા પણ છે. નીતિ રોકાણકારો માટે વાહનોની આયાત પરની ડ્યુટી પણ ઘટાડે છે.

 

એક ચર્ચા એવી પણ છે કે,ગુજરાત કે મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ ટેસ્લાના પ્લાન્ટની જાહેરાત થઈ શકે છે. એવી અટકળો પણ છે કે, ટેસ્લા ભારતીય સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી રહી છે, કારણ કે મસ્ક ભારતમાં કામગીરી માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરવા માંગે છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટેસ્લાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેક્ટરી સ્થાપવા માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે.

 

 

ભારતને લઈ એલન મસ્કે શું કહ્યુ ?

ગયા વર્ષે જૂનમાં PM મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન મસ્ક સાથે મુલાકાત કરી હતી. રાજ્યની મુલાકાતે અમેરિકા પહોંચેલા PM મોદીએ વિશ્વની ટોચની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. ન્યુયોર્કમાં ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથેની વાતચીત ખૂબ ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મસ્કે કહ્યું હતું કે, PM મોદી હંમેશા રોકાણ માટે પ્રેરણા આપે છે. તેમણે કહ્યું હતું કે, તે ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મસ્કના મતે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી વધુ ક્ષમતા છે

આ  પણ  વાંચો - Tesla In India : ભારતમાં આવી રહી છે ટેસ્લાની ટીમ, ફેકટરી માટે શોધશે જમીન

આ  પણ  વાંચો - Share Market : નવરાત્રિના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો,સેન્સેક્સ 75000 ને પાર

આ  પણ  વાંચો - AIS for Taxpayer: આવકવેરા રિટર્ન ફાઈલ દરમિયાન આ એપ તમને અત્યંત ફાયદાકારક રહેશે

 

Tags :
elon muskELON MUSK IN INDIApm modiTesla Car America