ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Crypto Exchange: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર થઈ કરોડની ચોરી

Crypto Exchange : ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (Crypto Exchange) વઝીરX (WazirX) સુરક્ષા સંબંધિત મોટું ગાબડું પડ્યું છે, જેને પગલે આશરે રૂપિયા 1,923 કરોડ એટલે કે 230 મિલિયન ડોલરની ડિજીટલ એસેટ્સમાં ચોરી થઈ છે.   WazirX  પર થઈ કરોડોની ચોરી...
11:32 PM Jul 18, 2024 IST | Hiren Dave

Crypto Exchange : ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (Crypto Exchange) વઝીરX (WazirX) સુરક્ષા સંબંધિત મોટું ગાબડું પડ્યું છે, જેને પગલે આશરે રૂપિયા 1,923 કરોડ એટલે કે 230 મિલિયન ડોલરની ડિજીટલ એસેટ્સમાં ચોરી થઈ છે.

 

WazirX  પર થઈ કરોડોની ચોરી

આજે યુરોપિયન સમય પ્રમાણે વહેલી સવારે સુરક્ષા સંબંધિત ઉલ્લંઘન (Security Breach)ને લીધે તેના વોલેટ્સ પૈકી એકને અસર થઈ છે, જેને લીધે યુઝરના ફંડ્સને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. WazirX જેને 'ઈન્ડિયા કા બિટકોઈન એક્સચેન્જ' તરીકે ઓળખાય છે તેણે સોશિયલ મીડિયા પર આ ઘટના સર્જાઈ હોવાની પુષ્ટી કરી છે.વઝીરએક્સ મુખ્યત્વે ભારતીય બજારને ટાર્ગેટ્સ કરે છે. તેણે કહ્યું છે કે દેશમાં રજિસ્ટર્ડ એક્સચેન્જ પૈકી કેટલાક ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ ભારતીય નાગરિકોને ક્રિપ્ટો એક્સચેન્જ સર્વિસિસની ઓફર કરે છે.

તમામ ડિપોઝીટ અને વિડ્રોલને અટકાવી દેવાઈ

અમારા મલ્ટીસાઈગ વોલેટ્સ પૈકી એકમાં સુરક્ષા સંબંધિત ઉલ્લંઘન થયું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. અમારી ટીમ સક્રિયપણે આ ઘટના અંગે તપાસ કરી રહી છે. Wazirx દ્વારા તેના પ્લેટફોર્મ પર તમામ ડિપોઝીટ અને વિડ્રોલને અટકાવી દીધા છે. Cyvers તરફથી જણાવાયું છે કે WazirX થી ફંડ જે એડ્રેસ પર મોકલવામાં વેલ છે તેને અગાઉથી જ PEPE, GALA અન USDT ટોકન્સે Etherમા તબદિલ કરવામાં આવેલ છે. તેણે એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે, જેમાં માલુમ થાય છે કે ટ્રાન્ઝેક્શનમાં એક મોટી રકમને ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Toll Plaza :FASTag ન ધરાવતા વાહનો પાસેથી વસૂલશે આટલો ટોલ ટેક્સ

આ પણ  વાંચો -Adani Group :વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ જોઈને અમેરિકાના રાજદૂત ચોંકીગયા!

આ પણ  વાંચો -SHARE MARKET: શેરબજારમાં તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 626 પોઈન્ટનો ઉછાળો

Tags :
230 million fundsbiggestindian crypto exchangestolen fundsTechnologywazirx hacked
Next Article