Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Business news : ખુશ ખબર..શું તમારું SBI માં ખાતું છે? બેંકે પહેલીવાર કર્યું આ અદ્ભુત કામ!

Business news : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે આ વખતે અજાયબી કરી બતાવી છે પ્રથમ વખત આ બેંકનું માર્કેટ કેપ (SBI બેંક Mcap) રૂ. 7 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. તે જ સમયે SBIના શેરમાં વધારો થયો...
07:57 AM Mar 07, 2024 IST | Hiren Dave
sbi shares

Business news : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે આ વખતે અજાયબી કરી બતાવી છે પ્રથમ વખત આ બેંકનું માર્કેટ કેપ (SBI બેંક Mcap) રૂ. 7 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. તે જ સમયે SBIના શેરમાં વધારો થયો છે, જેના કારણે તે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટ્રાડે દરમિયાન, BSE પર SBIનો શેર 0.79% વધીને 790.15 થયો હતો. જ્યારે માર્કેટ કેપ 7,00,760 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

SBIનો સ્ટોક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હોવાથી, સ્ટોક ઓવરબૉટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોકનો આરએસઆઈ 72.9 સૂચવે છે. SBI સ્ટોકનો એક વર્ષનો બીટા 0.7 છે, જે આ સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછી વોલેટિલિટી દર્શાવે છે. એક વધુ નોંધવા જેવી બાબત એ છે કે SBIના શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે.

SBI ના શેરમાં એક વર્ષમાં આટલ ટકાનો થયો વધારો 
એક મહિનામાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં 20.68%નો વધારો થયો છે અને એક વર્ષમાં આ શેર 39.47% વધીને 790.15 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. જ્યાં SBIના શેરે 2024માં 22.35% રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા છ મહિનામાં આ શેરે 35.52% ની કમાણી આપી છે. બિઝનેસ ટુડે અનુસાર, બ્રોકરેજ ફર્મ શેરખાને બેન્કિંગ સ્ટોક માટે રૂ. 915નો ટાર્ગેટ આપ્યો છે.

SBIના શેર ક્યાં સુધી પહોંચશે ?
SBI માટે તેજીના સંજોગોમાં ઇન્ક્રેડ ઇક્વિટીઝનો લક્ષ્યાંક ભાવ રૂ. 850 છે. ટાર્ગેટ આપતી વખતે બ્રોકરેજે જણાવ્યું હતું કે અસુરક્ષિત પર્સનલ લોન અને અન્ય રિટેલ લોન માટે એસેટ ક્વોલિટી મજબૂત રહે છે. જ્યાં ડિસેમ્બર 2023 ક્વાર્ટર સુધી બેંકની CAR 14.68% હતી, જ્યારે ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકોએ ન્યૂનતમ 12% ની CAR જાળવવી જરૂરી છે. મોતીલાલ ઓસવાલે આ શેરને રૂ. 860થી ખરીદવાની સલાહ આપી છે.

સેન્સેક્સે ઈતિહાસ રચ્યો 
બજાર બંધ થવાના થોડા કલાકો પહેલા જ, BSE સેન્સેક્સે જોરદાર છલાંગ લગાવી અને 432 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 74,109.13ના રેકોર્ડ સ્તરે પહોંચી. શેરબજારના ઈતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સે આ સ્થાન હાંસલ કર્યું છે. દિવસનું તેનું નીચું સ્તર 73,321.48 હતું, જ્યારે ઉચ્ચ સ્તર 74,151.27 હતું. જ્યારે નિફ્ટી 117 પોઈન્ટ વધીને 22,474 પર બંધ રહ્યો હતો.

આ  પણ વાંચો  - Stock Market Update: Sensex એ સપ્તાહના ત્રીજા દિવસે રોકાણકારોને માલામાલ કર્યા

આ પણ  વાંચો - RBI Action: ગોલ્ડ પર નહીં મળે લોન, RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી

આ પણ  વાંચો - MARKET High : શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1164 પોઈન્ટનો ઉછાળો

 

 

Tags :
adani wilmar share newsbanking awareness for sbi clerk mains 2024best fmcg share 2022best share for 2022latest share market newslatest share market tipsprime time current affairssbi card ipo reviewsbi clerksbi clerk english classessbi clerk english preparationsbi clerk english previous year question papersbi clerk mainssbi clerk previous year question papersbi po free classesshare market newsshares to buy today
Next Article