ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Budget 2025:મોદી સરકાર બજેટમાં કરી શકે 10 મોટા એલાન, ઘટી શકે ઈંધણના ભાવ

1 ફેબ્રુઆરી અને બધાની નજર બજેટ પર રહેશે બજેટથી દરેક વ્યક્તિને આશા મધ્યમ વર્ગીના લોકોને મળી શકે છે રાહત Budget 2025: આજે 1 ફેબ્રુઆરી અને બધાની નજર બજેટ 2025 (Budget 2025)પર જ હશે. આ બજેટથી દરેક વ્યક્તિને આશા છે...
07:19 AM Feb 01, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Budget 2025

Budget 2025: આજે 1 ફેબ્રુઆરી અને બધાની નજર બજેટ 2025 (Budget 2025)પર જ હશે. આ બજેટથી દરેક વ્યક્તિને આશા છે કે, કઈંક રાહતના સમાચાર મળે. ચર્ચાઓ ઘણી પણ શું રાહત મળશે (Nirmala Sitharaman)એ મોટો સવાલ. તો ચાલો જાણીએ, મધ્યમ વર્ગીય લોકોને કઈ 10 જાહેરાતોથી મળી શકે છે રાહત.

 

ઇન્કમ ટેક્સમાં છૂટ

આ વખતે બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી શકાય છે.બીજું કે, 15 લાખથી 20 લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે 25%નો નવો ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવી શકે છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, અમે બંને વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જો બજેટ પરવાનગી આપે, તો બંને પગલાં અમલમાં મૂકી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આવકવેરા રાહતના પરિણામે 50,000 કરોડ રૂપિયાથી 1 લાખ કરોડ રૂપિયા સુધીના મહેસૂલ નુકસાનને સહન કરવા તૈયાર છે.

 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. જો આવું થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. તમને જણાવી દઈએ કે, હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા ડ્યુટી લગાવવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો

પીએમ કિસાન યોજનાની રકમ વધી શકે છે. BofA રિપોર્ટ મુજબ, બજેટમાં પીએમ કિસાન યોજનાની રકમ વધી શકે છે. એવા સમાચાર છે કે, ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વાર્ષિક 12,000 રૂપિયા સુધી વધારી શકાય છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોને વાર્ષિક ₹ 6,000 ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

સોનાના ભાવમાં વધારો

બજેટ 2025માં સોના પરની આયાત ડ્યુટીમાં વધારો થઈ શકે છે. જો આવું થશે તો સોનાના ભાવ ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે, જ્વેલર્સ ઉદ્યોગે સરકારને આયાત ડ્યુટી ન વધારવાની અપીલ કરી છે, કારણ કે તેનાથી સોનાના દાગીનાની નિકાસ પર નકારાત્મક અસર પડશે અને સોનાની દાણચોરી પણ વધી શકે છે.

આ પણ  વાંચો-Economic Survey 2025: મોટી લોન નહીં પરંતુ નાની લોન અર્થતંત્ર માટે ખુબ જોખમી

કિસાન ક્રેડિટ કાર્ડ અંગે જાહેરાત

આગામી બજેટ 2025-26માં ખેડૂતોને એક ભેટ મળી શકે છે. સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં, કિસાન ક્રેડિટ કાર્ડ (બજેટ 2025) યોજના હેઠળ મહત્તમ ઉધાર મર્યાદા ₹3 લાખ છે.

આ પણ  વાંચો-બજેટમાં મિડલ ક્લાસને મળશે ટેક્સમાં મોટી રાહત! PM મોદીના આ ઇશારાની થઇ રહી છે ચર્ચા

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો

જૂની અને નવી બંને કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન અંગેનો નિર્ણય કેન્દ્રીય બજેટ 2025-26માં આવી શકે છે. નવી અને જૂની બંને આયકર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનનું લેવલ વધી શકે છે.

આ પણ  વાંચો-Income Tax Budget: પગારદાર વર્ગ માટે સરકાર બજેટમાં શું રાહત આપી શકે?

ઘર ખરીદનારાઓ માટે જાહેરાત

સરકાર હાલમાં 35 લાખ રૂપિયા સુધીના ઘર ખરીદવા માટે લેવામાં આવેલી લોનના વ્યાજ દરો પર સબસિડી આપે છે. એવા સમાચાર છે કે, બજેટ 2025માં 35 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. એટલે કે, જો આ જાહેરાત કરવામાં આવે તો ઘર ખરીદનારાઓને મોટી રાહત મળશે.

Tags :
AirtelBudget 2025 live streamBudget 2025 LIVE Streaming Online for FREEBudget 2025 mobile app downloadhotstarJio Cinema Mobile APPs and Smart TVNirmala Sitharaman Budget 2025 speechsteps to Watch FM Budget Speech in EnglishVodafone IdeaWatch Budget 2025 onlineબજેટ 2025 નિર્મલા સીતારામનબજેટ 2025 લાઈવ