ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Bombay HC: 388 કરોડના છેતરપિંડી કેસમાં 13 વર્ષે ગૌતમ અદાણીને મોટી રાહત

છેતરપિંડીના કેસમાઅદાણીને મોટી રાહત બોમ્બે હાઈ કોર્ટે આપી ક્લીનચીટ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો Bombay HC :અદાણી ગ્રુપના (Adani Group)ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણીને બોમ્બે હાઈકોર્ટમાં(Bombay HC)થી મોટી રાહત મળી છે.સોમવારે મોટો ચુકાદો આપતા કોર્ટે તેમને...
05:08 PM Mar 17, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Adani Group

Bombay HC :અદાણી ગ્રુપના (Adani Group)ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણીને બોમ્બે હાઈકોર્ટમાં(Bombay HC)થી મોટી રાહત મળી છે.સોમવારે મોટો ચુકાદો આપતા કોર્ટે તેમને અદાણી એન્ટરપ્રાઇઝ (AEL Share) ના શેરમાં કથિત હેરાફેરી દ્વારા રૂ.388 કરોડના બજાર નિયમન ઉલ્લંઘનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા.બોમ્બે હાઈકોર્ટના આ આદેશ બાદ, એક દાયકાથી વધુ સમયથી ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે.

આ કેસ 2012નો છે.

આ કેસ 2012નો છે.જ્યારે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો આરોપ લગાવીને ચાર્જશીટ દાખલ કરી હતી. આ કથિત નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત હતું. આ ચાર્જશીટમાં ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણી સહિત ૧૨ લોકોના નામ હતા.

અત્યાર સુધી, આ કેસમાં ઘણા વળાંક આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેસની તપાસ કર્યા પછી મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે મે 2014 માં ગૌતમ અદાણીને નિર્દોષ જાહેર કર્યા હતા અને પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા નથી.પરંતુ SFIO એ આ આદેશને પડકાર્યો અને દલીલ કરી કે અદાણી ગ્રુપે ચોક્કસ નાણાકીય વ્યવહારો દ્વારા કથિત રીતે નફો કર્યો છે.આ પછી નવેમ્બર 2019 માં સેશન્સ કોર્ટે આદેશને ઉલટાવી દીધો અને કેસ પુનઃસ્થાપિત કર્યો.

આ પણ  વાંચો -Gold Price Today: સોનાની કિંમતમાં ઉછાળો,ચાંદી પણ મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

અદાણીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો

ગૌતમ અદાણી અને રાજેશ અદાણીએ સેશન્સ કોર્ટના આદેશ સામે બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court)અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે SFIO ના દાવા મનસ્વી હતા અને કેસમાં કોઈ યોગ્યતા નથી.હવે આ કેસમાંસોમવારે જસ્ટિસ આર.એન.લદ્દાની બેન્ચે તેની સમીક્ષા કરી અને તેમને મોટી રાહત આપી અને કથિત બજાર નિયમન ઉલ્લંઘન સંબંધિત તમામ આરોપોમાંથી તેમને મુક્ત કર્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે ભારત સરકારના (Govt Of India)કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત SFIO ને પણ વર્ષ 2023 માં થયેલા વિલંબ બદલ હાઈકોર્ટ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી વાઇનની ડિમાન્ડ ખતમ થઇ જશે, જાણો શું છે પ્લાન

ગૌતમ અદાણી પાસે આટલી બધી મિલકત છે

તમને જણાવી દઈએ કે હાલમાં ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપ(Adani Group)ની 10 કંપનીઓ શેરબજાર(Stock Market))માં લિસ્ટેડ છે. જો આપણે સંપત્તિની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની (Gautam Adani Net Worth)કુલ સંપત્તિ $69.1 બિલિયન છે.

Tags :
Adani 2025 newsAdani court verdictadani enterprises newsAdani Group controversyAdani SFIO chargesheetAdani share price manipulationBar and Bench AdaniBombay High CourtBombay High Court AdaniBusinessGautam AdaniGautam Adani CaseHindenburg Adani reportKetan Parekh stock scandalRajesh Adani dischargedRs 388 crore fraudSFIO case Adanistock market fraud India