હોળી પર દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ, ભ્રષ્ટાચારના મળ્યા પુરાવા
- TASMACની કામગીરીમાં ઘણી અનિયમિતતાઓ મળી
- રૂ. 1,000 કરોડના બિનહિસાબી રોકડ વ્યવહારો
- ભ્રષ્ટ વ્યવહાર સૂચવતા પુરાવા મળ્યા
alcohol scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેને તમિલનાડુ રાજ્યની માલિકીની લિકર કંપની તસ્મેક (TASMAC)ની કામગીરીમાં ઘણી અનિયમિતતાઓ મળી છે, જેમાં ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી અને ડિસ્ટિલરી કંપનીઓ દ્વારા રૂ. 1,000 કરોડના બિનહિસાબી રોકડ વ્યવહારોનો સમાવેશ થાય છે.
ઉત્પાદન પ્લાન્ટ્સ પર દરોડા
આર્થિક તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 6 માર્ચે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (TASMAC), કોર્પોરેટ ઓફિસો અને ડિસ્ટિલરીના ઉત્પાદન પ્લાન્ટ્સ પર દરોડા પાડ્યા પછી તેને આ ભ્રષ્ટ વ્યવહાર સૂચવતા પુરાવા મળ્યા છે. EDના સૂત્રોએ દરોડાના દિવસે કહ્યું હતું કે પ્રોહિબિશન અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પ્રધાન સેંથિલ બાલાજીના મુખ્ય સહયોગીઓ સામે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Share market: સતત ત્રીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ,સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટયો
દરેક બોટલ પર 10 થી 30 રૂપિયા વધારાનો ચાર્જ
EDએ કહ્યું કે સર્ચ દરમિયાન તેને ટ્રાન્સફર અને પોસ્ટિંગ, બીયર બારના ટ્રાન્સપોર્ટ અને લાયસન્સ ટેન્ડર, કેટલીક ડિસ્ટિલરી કંપનીઓની તરફેણમાં ઓર્ડર, Tasmac દુકાનોમાંથી પ્રતિ બોટલ 10-30 રૂપિયાના વધારાના ચાર્જ, તેના અધિકારીઓની સંડોવણી સાથે સંબંધિત ડેટા મળ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડેટા Tasmacના ટ્રાન્સપોર્ટ ટેન્ડર ફાળવણીમાં અનિયમિતતા દર્શાવે છે. આ દર્શાવે છે કે છેલ્લા સફળ બોલી લગાવનાર વ્યક્તિએ અરજીની અંતિમ તારીખ પહેલાં જરૂરી ડિમાન્ડ ડ્રાફ્ટ પણ સબમિટ કર્યો ન હતો. અંતિમ બોલીમાં ફક્ત એક જ અરજદાર હોવા છતાં ટેન્ડરો આપવામાં આવ્યા હતા.
આ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ
EDએ જણાવ્યું હતું કે, તમિલનાડુ સરકારની દારૂનું વેચાણ કરતી કંપની Tasmac, ટ્રાન્સપોર્ટર્સને વાર્ષિક રૂ. 100 કરોડથી વધુ ચૂકવતી હતી, તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, SNJ, Calles, Accord, SAIFL અને શિવ ડિસ્ટિલરી અને બોટલિંગ કંપનીઓ અને C Bottler જેવી ડિસ્ટિલરી કંપનીઓ સાથે મોટા પાયે નાણાકીય છેતરપિંડી થઈ છે. EDના જણાવ્યા મુજબ, ડિસ્ટિલરીએ વ્યવસ્થિત રીતે ખર્ચમાં વધારો કર્યો હતો અને રૂ. 1,000 કરોડથી વધુની બિનહિસાબી રોકડ રકમ મેળવવા માટે નકલી ખરીદી કરી હતી.
આ પણ વાંચો : Gold Price Today: હોળીના દિવસે સોનાના ભાવમાં ઉછાળો...જાણો નવો ભાવ!