Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bank Holidays : મે મહિનામાં આટલા દિવસો રહેશે બેંક બંધ, આ રહ્યું લીસ્ટ

મે માસમાં બેંકોની રજાનું લિસ્ટ આવી ગયું છે. મે મહિનામાં દેશના અનેક શહેરોમાં બેંકો બંધ રહેશે. RBI ની સત્તાવાર વેબસાઈટ પર બેંકોની રજાની સંપૂર્ણ યાદી જાહેર થઈ ગઈ છે. RBI ની લીસ્ટ પ્રમાણે મે મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે....
bank holidays   મે મહિનામાં આટલા દિવસો રહેશે બેંક બંધ  આ રહ્યું લીસ્ટ

મે માસમાં બેંકોની રજાનું લિસ્ટ આવી ગયું છે. મે મહિનામાં દેશના અનેક શહેરોમાં બેંકો બંધ રહેશે. RBI ની સત્તાવાર વેબસાઈટ પર બેંકોની રજાની સંપૂર્ણ યાદી જાહેર થઈ ગઈ છે. RBI ની લીસ્ટ પ્રમાણે મે મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે.

Advertisement

મહિનાના શરૂઆત રજા સાથે શરૂ થવાની છે તેમાંથી કેટલીક રજાઓ દેશભરમાં લાગૂ થશે તો કેટલીક કેટલાક રાજ્યોમાં હશે. આ 12 દિવસની રજામાં 4 રવિવાર અને 2 શનિવારની રજા પણ સામેલ છે. જ્યારે બાકીના 6 દિવસો તહેવાર અને જયંતિની રજા હશે.

જેમાં 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિન, મહારાષ્ટ્ર દિન, મજુર દિને બેંકો બંધ રહેશે. તે સિવાય બુદ્ધ પુર્ણિમા, મહારાણા પ્રતાપ જયંતિના દિવસો પર બેંકોમાં રજા રહેશે. બેંકોની રજા અલગ-અલગ ઝોનમાં અલગ-અલગ હોય છે.

Advertisement

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પ્રમાણે 1લી મે 2023ના લેબર ડેના દિવસે બેલાપુર (મહારાષ્ટ્ર), બેંગલુરુ (કર્ણાટક), ગુવાહાટી (આસામ), હૈદરાબાદ (આંધ્રપ્રદેશ), હૈદરાબાદ (તેલંગાણા), ઈમ્ફાલ (મણિપુર), કોચી (કેરળ), કોલકાતા (પશ્ચિમ બંગાળ), મુંબઈ (મહારાષ્ટ્ર), નાગપુર (મહારાષ્ટ્ર), પણજી (ગોવા), પટના (બિહાર), તિરુવનંતપુરમ (કેરળ), ચેન્નાઈ (તામિલનાડુ)માં બેંક રજા રહેશે.
  • 5 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર ઘણા શહેરોમાં બેંક રજા રહેશે. RBIની વેબસાઈટ અનુસાર, 5 મેના રોજ અગરતલા (ત્રિપુરા), બેલાપુર (મહારાષ્ટ્ર), આઈઝોલ (મિઝોરમ), ભોપાલ (મધ્યપ્રદેશ), ચંદીગઢ, દેહરાદૂન (ઉત્તરાખંડ), જમ્મુ, કાનપુર (યુપી), કોલકાતા (પશ્ચિમ બંગાળ) , લખનૌ (યુપી), મુંબઈ (મહારાષ્ટ્ર), નાગપુર (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, રાયપુર (છત્તીસગઢ), રાંચી (ઝારખંડ), શિમલા (હિમાચલ પ્રદેશ), શ્રીનગર (જમ્મુ કાશ્મીર)માં બેંકો બંધ રહેશે.
  • ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ 9 મે મંગળવારના રોજ કોલકાતા (પશ્ચિમ બંગાળ)માં તમામ બેંકો બંધ રહેશે. સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે મંગળવારે, 16 મેના રોજ ગંગટોક (સિક્કિમ)માં બેંકો બંધ રહેશે. મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે 22 મે 2023ના રોજ શિમલા (હિમાચલ પ્રદેશ)માં બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો : HDFC BANK ના વિલયનો માર્ગ મોકળો, શું થશે ખાતાધારક પર અસર? જાણો

Advertisement
Tags :
Advertisement

.