Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લંડનમાં Ambani ની મોટી ડીલ… હવે આ સેક્ટરમાં વાગશે Reliance નો ડંકો

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીએ એક મોટો સોદો કર્યો છે. આ પછી, મનોરંજન અને મીડિયા બજાર પર પ્રભુત્વ વધશે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા અઠવાડિયે લંડનમાં વોલ્ટ ડિઝની કંપની (Reliance-Disney Deal)...
05:27 PM Dec 25, 2023 IST | Hiren Dave

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીએ એક મોટો સોદો કર્યો છે. આ પછી, મનોરંજન અને મીડિયા બજાર પર પ્રભુત્વ વધશે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા અઠવાડિયે લંડનમાં વોલ્ટ ડિઝની કંપની (Reliance-Disney Deal) સાથે બિન-બંધનકર્તા ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલ છે.

 

મર્જર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ શકે છે
આ ડીલને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)લિમિટેડ હવે મોટો દાવ લેવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીની (Mukesh Ambani)કંપની ભારતીય મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે અમેરિકન કંપની વોલ્ટ ડિઝની કોર્પોરેશન સાથે વાતચીત કરી રહી છે. હવે ETના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીની કંપનીએ લંડનમાં આ મોટો સોદો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 51:49 સ્ટોક અને રોકડ મર્જરને ફેબ્રુઆરી 2024 સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

કમાન અંબાણીના હાથમાં રહેશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડીલને જાન્યુઆરી 2024ના અંત સુધીમાં ફાઇનલ કરવાની અપેક્ષા રાખે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ડીલ બાદ કમાન મુકેશ અંબાણીની રિલાયન્સના હાથમાં રહેશે અને તેની પાસે ઓછામાં ઓછા 51 ટકા સાથે સૌથી મોટો હિસ્સો હશે. આ મર્જ થયેલી કંપનીમાં વોલ્ટ ડિઝની પાસે 49 ટકા હિસ્સો હશે. ગયા અઠવાડિયે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે JioCinema પણ આ ડીલનો ભાગ હશે

ડીલ દરમિયાન આ દિગ્ગજો હાજર હતા!
લંડનમાં આ ડીલ દરમિયાન વોલ્ટ ડિઝનીના ભૂતપૂર્વ સીઈઓ અને હાલમાં સલાહકારની ભૂમિકા ભજવી રહેલા કેવિન મેયર અને મુકેશ અંબાણીના નજીકના ગણાતા મનોજ મોદી પણ હાજર હતા. રિપોર્ટ અનુસાર, રિલાયન્સની સબસિડિયરી Viacom18ની સ્ટેપ ડાઉન સબસિડિયરી બનાવવાની યોજના છે. સ્ટોક સ્વેપ દ્વારા તેને સ્ટાર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવશે.

રિલાયન્સના માર્કેટ કેપમાં વધારો

ગયા અઠવાડિયે, BSE પર લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી ત્રણની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો. તેમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ ફાયદો થયો હતો અને રિલાયન્સ MCap રૂ. 47,000 કરોડથી વધુ વધીને રૂ. 17.35 લાખ કરોડ થયો હતો. રિલાયન્સના શેરની વાત કરીએ તો ગયા શુક્રવારે RILનો શેર મામૂલી ઘટાડા સાથે રૂ. 2561ના સ્તરે બંધ થયો હતો. હવે મંગળવારે રિલાયન્સ-ડિઝની ડીલની અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે.

આ  પણ  વાંચો -GOOGLE ના કર્મચારીઓ પર AI નું સંકટ, 30 હજાર લોકોને કરાશે છૂટા

 

Tags :
Billionairebinding agreementBusinessJioCinemaLondonmega dealmukesh ambanireliance and disneyReliance Industriessays report
Next Article