Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Air India Express Strike: એર ઈન્ડિયા એક્સપ્રેસ અને કેબિન ક્રૂ સભ્યો વચ્ચેનો મામલો થાળે પડ્યો

Air India Express Strike: બે દિવસ પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ના કેબિન ક્રૂ સભ્યોનું એક જુથ બીમાર હોવાનું કહ્યું રજા પર ઉતર્યું હતું. તેના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસ  (Air India Express) ની 70 થી વધુ ફ્લાઈટ્સ રદ...
air india express strike  એર ઈન્ડિયા એક્સપ્રેસ અને કેબિન ક્રૂ સભ્યો વચ્ચેનો મામલો થાળે પડ્યો

Air India Express Strike: બે દિવસ પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ના કેબિન ક્રૂ સભ્યોનું એક જુથ બીમાર હોવાનું કહ્યું રજા પર ઉતર્યું હતું. તેના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસ  (Air India Express) ની 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે 25 વધુ સભ્યોને  (Air India Express) બળતરફ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં આ તમામ મામલાનું સમાધાન આવી ગયું છે.

Advertisement

  • એર ઈન્ડિયા એક્સપ્રેસની હડતાલ પૂરી થઈ

  • તમામ સભ્યો નોકરી પર પરત ફર્યા

  • હડતાલની પાછળનું કારણ રોજગારીની નવી શરતો હતી

બે દિવસ પહેલા શરૂ થયેલી હડતાલ સમાપ્ત થઈ ગઈ છે. મુખ્ય (Air India Express) શ્રમ કમિશનરે કહ્યું કે, નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) માં કામ કરતા 300 થી વધુ કર્મચારીઓ કામ પર આવી રહ્યા ન હતા. આ તમામ કર્મચારીઓએ સૌપ્રથમ એકસાથે માંદગીની રજા માટે અરજી કરી અને તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા. જેના કારણે બે દિવસ વિમાનોના સંચાલનમાં ઘણી સમસ્યાઓનો સામનો (Air India Express) કરવો પડ્યો હતો અને ઘણી ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.

આ પણ વાંચો: શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ.7.35 લાખ કરોડ ધોવાયા

Advertisement

કેબિન ક્રૂના 25 સભ્યોને ડ્યુટી પર પરત ફરવા માટે સંમતિ આપી

આ પછી એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ના કર્મચારીઓ અને અધિકારીઓનું એક જૂથ મુખ્ય કમિશનરની સામે બેસી ગયું અને હડતાળ ખતમ કરવા માટે સંમત થયા. મુખ્ય કમિશનર વતી એવું કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા (Air India Express) એ બરતરફ કરાયેલા કેબિન ક્રૂના 25 સભ્યોને ડ્યુટી પર પરત ફરવા માટે સંમતિ આપી છે. આ ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) પણ કર્મચારીઓની માંગણીઓ પર વિચાર કરવા તૈયાર થઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Air India Express નું મોટું એક્શન, એક ઝાટકે 25 ક્રૂ-મેમ્બર્સને નોકરીમાંથી હાંકી કાઢ્યા…

તમામ કર્મચારીઓ નવી શરતનો વિરોધ કરી રહ્યા

આ કર્મચારીઓના હડતાલ પાછળનું કારણ રોજગારની શરતો હતી. આ તમામ કર્મચારીઓ નવી શરતનો વિરોધ કરી રહ્યા છે.એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ના કર્મચારીઓ દ્વારા વિરોધ કે વિદ્રોહનો આ પહેલો કિસ્સો નથી. ગયા મહિને, એર ઇન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આરોપ લગાવ્યો હતો કે એરલાઇન (Air India Express) નું મેનેજમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી અને કર્મચારીઓ સાથેના વ્યવહારમાં સમાનતાનો અભાવ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન (AIXEU) નામના રજિસ્ટર્ડ યુનિયને એવો પણ આક્ષેપ કર્યો હતો કે મામલાના ગેરવહીવટ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Air India Express ના ઘણા કર્મચારીઓ એકસાથે બીમાર પડ્યા, રજાના કારણે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ…

Tags :
Advertisement

.