AdaniConneX એ ભારતના સૌથી મોટા Data Center ના નિર્માણ માટે ફાઈનાન્સિંગ કરાર કર્યાં
અદાણી કોનેક્ષે તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે USD 213 મિલિયનનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોતાની સૌ પ્રથમ બાંધકામ સુવિધા મારફત ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે.આ ટાઈ-અપ સુવિધા 67 મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટરોને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-1 કેમ્પસના પ્રથમ તબક્કાના 17 મેગાવોટ અને 50 મેગાવોટના નોઈડા કેમ્પસનો સમાવેશ થાય છે.
ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા બમણી થવાની ધારણા
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા ડેટા સેન્ટર બજારો પૈકીનું ભારત એક છે અને CRISILના અંદાજ મુજબ ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા નાણાકીય વર્ષ-22માં 840 મેગાવોટથી નાણાકીય વર્ષ-2025 સુધીમાં બમણી થઈને 1700-1800 મેગાવોટ થવાની ઉજળી ધારણા છે. ભરોસાપાત્ર IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણીકોનેક્ષ 1 ગીગાવોટનું ગ્રીન ડેટા સેન્ટર પ્લેટફોર્મ બનાવવાના મિશન સાથે મૂડી રોકાણ કરી રહ્યું છે, જે સમગ્ર દેશમાં હાઈપરસ્કેલથી હાઈપરલોકલ ડેટા સેન્ટરમાં રોકાણ દ્વારા સક્ષમ છે.
ફાઇનાન્સિંગ વિકાસ એજન્ડાને સંસ્થાકીય બનાવાશે
અદાણીકોનેક્ષ માટે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથેના ફ્રેમવર્ક કરાર મારફત આખરી ઓપ આપવામાં આવેલ પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ વિકાસ એજન્ડાને સંસ્થાકીય બનાવશે. આઇએનજી બેંક એન.વી., મિઝૂહો બેક લિ., એમયુએફજી બેંક લિ, નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિટસૂઇ બેંકીંગ કોર્પોરેશન આ સુવિધા માટે પ્રતિબદ્ધ છે.
આ યોજનાનો ચાવીરુપ ઘટક છે
અદાણી કોનેક્ષના ચીફ એક્ઝીકયુટિવ ઓફિસર શ્રી જયકુમાર જનકરાજે જણાવ્યું હતું કે, નિર્માણ સુવિધાએ અદાણી કોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો ચાવીરુપ ઘટક છે, જે કંપનીને 2030 સુધીમાં 1 ગીગાવોટના વિશ્વસનીય અને ટકાઉ ડેટા સેન્ટરની ક્ષમતાએ સમયસર પહોંચાડવાનો માર્ગ પૂરો પાડે છે. આ સિદ્ધિ કંપનીની પરિવર્તનશીલ પહેલને વિકસાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે.
ડેટા સેન્ટર પ્લેટફોર્મ માટે સકલ્પ બદ્ધ
અદાણીકોનેક્ષ કંપનીના બોર્ડમાં અદાણીના પ્રતિનિધિ ડિરેક્ટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, અમે સમગ્ર ભારતમાં ડેટા સેન્ટરનું પ્લેટફોર્મ પહોંચાડવા માટે સંકલ્પબધ્ધ છીએ. આ સુવિધા કાર્બન ન્યુટરલ ફૂટપ્રિન્ટ તરફ નિશાન તાકીને સ્વચ્છ અને લાંબા ગાળાના રીન્યુએબલ એનર્જીના ઉકેલો વિતરિત કરીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિ આપવા માટે એકંદર અમલીકરણ ફિલસૂફીને પ્રોત્સાહિત કરશે. એજકોનેક્ષની વ્યાપક ડેટા સેન્ટર કુશળતા અને ઉદ્યોગ-ટેક્નોલોજી સોલ્યુશન્સના અગ્રણીના રુપમાં સંપૂર્ણ સ્ટેક એનર્જી મેનેજમેન્ટમાં અદાણીની કુશળતા સાથે સંકળાયેલું છે.
ડિજિટલ ક્રાંતિ લાવવા આતુર
અદાણી કોનેક્ષના ડિરેક્ટર અને એજકોનેક્ષના ચીફ ઓપરેટીંગ ઓફિસર અને સહ સ્થાપક એડમન્ડ વિલ્સને જણાવ્યું હતું કે, અમે બેન્કિંગ ભાગીદારોને અદાણીકોનેક્ષ સાથેની તેમની ભાગીદારીને આવકારીએ છીએ. અમે ભારતમાં અદાણી સાથેની અમારી એકંદર સફરને લઈને ઉત્સાહિત છીએ જેણે એક મજબૂત અમલીકરણ યોજના અને જબરદસ્ત ગ્રાહક ચેઈન સાથે શરૂઆત કરી છે જે અદાણીકોનેક્સને સમગ્ર ભારતમાં અગ્રણી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તરીકે ઝડપથી સ્થાપિત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કૂશળ અનુભવી પુરવાર થયેલા અદાણીના અનુભવ અને એજકોનેક્ષ ડેટા સેન્ટરના વિક્રમનો સમન્વય સાધીને અમે ડિજિટલ ક્રાંતિ લાવવા એક અભિન્ન અને મુખ્ય ભૂમિકા અદા કરવા આતુર છીએ.
2 ડેટા સેન્ટરને ધિરાણ
આ કન્સ્ટ્રક્શન ફેસિલિટી તામિલનાડુમાં ચેન્નાઈ અને ઉત્તર પ્રદેશના નોઈડા મળી બે ડેટા સેન્ટર પ્રોજેક્ટને ધિરાણ આપે છે, જેમાં કસ્ટમાઈઝ્ડ એન્ટરપ્રાઈઝ કોલોકેશન ઓફરિંગ અને હાઈપરસ્કેલ સોલ્યુશન્સ સમાવિષ્ટ છે. પ્રથમ તબક્કામાં 17 મેગાવોટ ડેટા સેન્ટરની ક્ષમતા ધરાવતું ચેન્નઈ 1 કેમ્પસ તમિલનાડુનું પ્રથમ પ્રી-સર્ટિફાઇડ IGBC પ્લેટિનમ રેટેડ ડેટા સેન્ટર છે જે એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં કસ્ટમાઇઝ્ડ કોલોકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ભારતમાં હાઇપરસ્કેલ ગ્રાહકોની વ્યૂહાત્મક વિસ્તરણ જરૂરિયાતોને ટેકો આપવા માટે 50 મેગાવોટની ક્ષમતા સાથે નિર્માણાધીન નોઇડા કેમ્પસનો અમલ કરવામાં આવી રહ્યો છે.
- આઇએનજી બેંક એન.વી, મિઝુહો બેંક લિ., એમયુએફજી બેંક લિ.,નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિટસુઇ બેંકીગ કોર્પોરેશનએ મેન્ડેટેડ લીડ એરેન્જર, બુકરનર (MLAB) તરીકે કામ કર્યું હતું. અન્ય ભાગીદારોમાં, એલન એન્ડ ઓવેરી અને સરાફ એન્ડ પાર્ટનર્સ બોરોઅરના ધારાશાસ્ત્રીઓ તરીકે હતા.લેન્ડર્સના ધારાશાસ્ત્રી તરીકે ક્લીફોર્ડ ચાન્સ અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા
શું છે AdaniConneX?
AdaniConneX, Adani Enterprises અને EdgeConneX વચ્ચેનું 50:50 સંયુક્ત સાહસ છે. ભારતમાં ડેટા સેન્ટર લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવાના વિઝન સાથે તેની સ્થાપના કરવામાં આવી છે. AdaniConneX એ ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર અદાણી ગ્રુપ અને વિશાળ ખાનગી ડેટા સેન્ટર ઓપરેટર્સ પૈકીના એક EdgeConneXની પૂરક ક્ષમતાનો લાભ લઈને પર્યાવરણીય અને સામાજિક રીતે સભાન 1GW ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવાની તેની કલ્પના છે. ડેટા સેન્ટર સોલ્યુશન્સે સંશોધકોની ભૂમિમાં મહત્વાકાંક્ષાને વેગ આપવા માટે આગળ રહેવાની જરૂર છે. તદ્દનુસાર AdaniConneX ડિજિટલ ઈન્ડિયાના આ વિઝનને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, થઇ જશો ખુશ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.