Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો 2023 નો પિકોક એવોર્ડ

અદાણી ગ્રુપના વૈશ્વિક, વૈવિધ્યસભર પોર્ટફોલિઓના એક અંગ અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તરીકે લિસ્ટેડ અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL) એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ ( IOD) તરફથી પર્યાવરણ વ્યવસ્થાપન માટે એનાયત થતો ગોલ્ડન...
અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો 2023 નો પિકોક એવોર્ડ

અદાણી ગ્રુપના વૈશ્વિક, વૈવિધ્યસભર પોર્ટફોલિઓના એક અંગ અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તરીકે લિસ્ટેડ અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL) એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ ( IOD) તરફથી પર્યાવરણ વ્યવસ્થાપન માટે એનાયત થતો ગોલ્ડન પિકોક મેનેજમેન્ટ એવોર્ડ (GPEMA ) જીત્યો છે.

Advertisement

520 અરજીઓનું મૂલ્યાંકન

પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉર્જા અને ક્લાયમેટ ચેન્જને આવરી લેતા એક મૂલ્યાંકન જૂથે આ વર્ષે 520 અરજીઓનું મૂલ્યાંકન કર્યું હતું. બાદમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ શ્રી એમ.એન. વેંકટચેલ્લાહના વડપણ હેઠળ અને ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાષ્ટ્રીય ભારતીય બંધારણ સુધારણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષની બનેલી જયુરી સમિતીએ આ અરજીઓની સમીક્ષા કરી હતી.

પર્યાવરણ વ્યવસ્થાપનનો અમલીકરણ

અદાણી ટ્રાન્સમિશન લિ.ના ઝીરો વેસ્ટ ટુ લેન્ડ ફિલ, સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી, વોટર-પોઝિટિવ ઓપરેશન્સ, રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશનના પ્રમોશન અને પર્યાવરણ વ્યવસ્થાપનની વ્યુહરચનાઓ જેવા કાર્યક્રમોનું પૂર્તતાથી ઉપરવટ રહીને અમલીકરણ મારફત તેના ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે આગળ વધી રહેલ કંપનીના અડગ સમર્પણને 'ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ' એ સ્વીકાર્યા છે.

Advertisement

જવાબદાર કોર્પોરેટની ભૂમિકા

અદાણી ટ્રાન્સમિશનની પર્યાવરણીય વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને આ એવોર્ડ અલગ તારવીને ઉદ્યોગમાં તેના નેતૃત્વનું પ્રમાણ પુરવાર કરે છે. આ માન્યતા કંપનીની ફક્ત ટકાઉ કાર્યનીતિ પ્રત્યેના સમર્પણને જ પ્રતિબિંબિત કરતી નથી પરંતુ એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકેની તેની ભૂમિકા ઉપર પણ પ્રકાશ પાડે છે.

વિશિષ્ટ વ્યૂહાત્મક પહેલ માટે વિજેતા

અદાણી ટ્રાન્સમિશન લી.ના તેના બિઝનેસ ટુ કસ્ટમર્સ અંગ એવી અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લી. (AEML) દ્વારા મુંબઈ પ્રદેશમાં વીજ વિતરણ માટે મોટા જથ્થામાં વીજળીની પ્રાપ્તીમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારવાની તેની વિશિષ્ટ વ્યૂહાત્મક પહેલ માટે 'વિજેતા' તરીકે ઘોષિત કરવામાં આવી હતી. પુરસ્કાર માટેના અન્ય માપદંડોમાં નિયમનકારી આવશ્યકતાઓનું પાલન, નુકશાનના પરિણામે કંપનીના ખર્ચમાં ઘટાડો કરનારા અને વ્યવસાયમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓનો અમલ કરીને જોખમ વ્યવસ્થાપનનો અભિગમ અપનાવવાની બાબતો સામેલ હતી, આ પુરસ્કાર અદાણી ટ્રાન્સમિશનની લાંબા ગાળાના એન્વાયરમેન્ટ-સોશ્યલ-ગવર્નન્સ (ESG ) પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહનના પોરસ ચડાવનારો છે.

Advertisement

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ

અદાણી ટ્રાન્સમિશન લિ . (ATL) એ વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસાયનો અદાણી પોર્ટફોલિઓનું એક અંગ છે. દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની ATL નું કામકાજ ભારતના 14 રાજયમા પથરાયેલું છે. એ 19779, સરકીટ કિલોમીટરનું એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, આ પૈકી 15,371 સરકીટ કિલોમીટર કાર્યરત છે અને 4408 સરકીટ કિલોમીટરનું કાર્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે.

કંપની મુંબઈ અને મુંદ્રા સેઝમાં આશરે 120 લાખથી વધુ ગ્રાહકોને વીજ સેવા પૂરી પાડી રહી છે. આગામી વર્ષમાં ભારતની ઉર્જા જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે. 'પાવર ફોર ઓલ'નું ધ્યેય સાકાર કરવા માટે છુટક ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી રહી છે.

આ પણ વાંચો : ભારતની માળખાકીય ગાથામાં રોકાણકાર ભાગીદારોના આગમનને સતત જોડી રહેલું અદાણી ગૃપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.