Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો, આજથી મોંઘી થઈ ગઈ લોનની EMI

SBI એ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો આજથી મોંઘી થઈ ગઈ લોનની EMI MCLRમાં 10 બેસિસમાં વધારાની જાહેરાત કરી SBI MCLR Hike : ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI MCLR Hike)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને...
sbiના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો  આજથી મોંઘી થઈ ગઈ લોનની emi
  1. SBI એ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો
  2. આજથી મોંઘી થઈ ગઈ લોનની EMI
  3. MCLRમાં 10 બેસિસમાં વધારાની જાહેરાત કરી

SBI MCLR Hike : ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI MCLR Hike)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને આંચકો આપતા તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેન્કે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો 15 ઓગસ્ટ, 2024 ગુરુવારથી અમલમાં આવ્યા છે. નોંધનીય છે કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ એ એવા દરો હોય છે જેનાથી નીચે બેન્ક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે.

Advertisement

જાણો બેન્કના નવા MCLR વિશે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા થયો છે. એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. છ મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. બે વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને ત્રણ વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.

આ પણ  વાંચો -Google Pixel 8: ભારતમાં Google Pixel 8નું ઉત્પાદન શરૂ,અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી આપી માહિતી

Advertisement

જૂન 2024 પછી MCLR ત્રણ વખત વધ્યો

સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI સતત આંચકા આપી રહી છે. જૂન 2024 થી બેન્કે તેના વ્યાજ દરોમાં કુલ ત્રણ વખત વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમુક મુદત માટેના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેન્કની તાજેતરમાં મળેલી MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

આ પણ  વાંચો -સપ્તાહના 3 દિવસે પણ રોકાણકારોને 72 હજાર કરોડનું આવ્યું નુકસાન

Advertisement

આ બેન્કોએ MCLR પણ વધાર્યો છે

એસબીઆઈ ઉપરાંત કેનરા બેન્ક, યુકો બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં વધારો કર્યો હતો. કેનરા બેન્કે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેન્કના નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ સિવાય યુકો બેન્કે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. બેન્ક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવ્યા છે.

MCLR શું છે?

હવે ચાલો વાત કરીએ કે બેંકનો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR) શું છે અને લોન લેનાર પર તેની શું અસર પડે છે. તો અમે તમને જણાવી દઈએ કે MCLR એ ન્યૂનતમ દર છે જેનાથી નીચે કોઈપણ બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. આનાથી સ્પષ્ટ છે કે જો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે તો તેની અસર લોન EMI પર જોવા મળે છે. જેમ જેમ MCLR વધે છે તેમ તેમ લોન પરનું વ્યાજ પણ વધે છે અને જ્યારે ઘટે છે ત્યારે તે ઘટે છે. જો કે, MCLR વધવાથી EMI પર અસર થતી નથી, તેના બદલે ફેરફાર ફક્ત રીસેટ તારીખે જ લાગુ કરવામાં આવે છે.

Tags :
Advertisement

.