Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ મંદીના વહેણમાં ફસાયું

વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ મંદીના વહેણમાં ફસાયું છે. જૂન માસમાં માત્ર 12 શિપ સ્ક્રેપ થવા માટે અલંગ-સોસિયા પહોંચ્યા બાદ જુલાઈમાં પણ જહાજોની ઓટ જારી રહી છે. જુલાઈના 13 દિવસમાં હજુ સુધી માત્ર બે જેટલા જ શિપ અલંગ આવ્યા છે. અલંગમાં જહાજની આવકમાં સતત થઈ રહેલા ઘટાડાનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધના કારણે વિશ્વમાં સર્જાયેલા મંદીના માહોલ ઉપરાંત ડોલર સામે રૂપિયો નàª
વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ મંદીના વહેણમાં ફસાયું
Advertisement
વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ મંદીના વહેણમાં ફસાયું છે. જૂન માસમાં માત્ર 12 શિપ સ્ક્રેપ થવા માટે અલંગ-સોસિયા પહોંચ્યા બાદ જુલાઈમાં પણ જહાજોની ઓટ જારી રહી છે. 
જુલાઈના 13 દિવસમાં હજુ સુધી માત્ર બે જેટલા જ શિપ અલંગ આવ્યા છે. અલંગમાં જહાજની આવકમાં સતત થઈ રહેલા ઘટાડાનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધના કારણે વિશ્વમાં સર્જાયેલા મંદીના માહોલ ઉપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. સ્થાનિક બજારમાં પણ લોઢા (લોખંડ)ના ભાવમાં થયેલા ઘટાડાનું કારણ માનવામાં આવે છે. 
આ અંગે અલંગ શિપ રિસાયકલીંગ એસોસિએશન (ઈન્ડિયા)ના જોઈન્ટ સેક્રેટરી હરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, અલંગમાં હાલ મંદીનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શિપ માલિકો સ્થાનિક શિપ બ્રેકરોને પરવડે તેવા ભાવમાં શિપ વેચવાની ના પાડી રહ્યા છે.  
શિપ માલિકો માર્કેટ અપ થવાની રાહ જોઇને બેસી રહ્યા છે. ઉંચા ભાવે શિપની ખરીદી પોસાતી નથી. જેના કારણે શિપની આવકમાં ઓટ આવી છે. છેલ્લા દોઢ માસ ઉપરાંતના સમયથી જહાજોની સંખ્યા ઘટી હોવાથી હવે બજારમાં માલની શોર્ટેજ વર્તાવા માંડી છે. જેના કારણે અગાઉની તુલનામાં લોખંડના ભાવમાં થોડો વધારો થયો છે. માર્કેટ સુધર્યા બાદ શિપ બ્રેકરો પણ ઉંચા ભાવે જહાજ ખરીદવા જોખમ ખેડવા તૈયાર થશે. હાલ તો મંદીના કારણે શિપબ્રેકરો ચિંતામાં જોવા મળી રહ્યા છે. 
ઉલ્લેખનીય છે કે ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસિયા ગામ ખંભાતના અખાતના કિનારે આવેલું છે. અલંગના 14 કિમીના વિસ્તારમાં 183 શિપ બ્રેકીંગના પ્લોટ આવેલા છે. અલંગનો જહાજવાડો એશિયાનો સૌથી મોટો જહાજવાડો છે. અહીં ટેન્કર, માલવાહક જહાજ અને પ્રવાસી જહાજનું બ્રેકીંગ થાય છે. 
જહાજ તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક તથા એલ્યુમિનિયમ અને લાકડાનો અલગથી વેપાર થાય છે. 
અહીં 25 હજારથી વધુ શ્રમિકો કામ કરે છે. જહાજવાડાની શરુઆત 1983માં માત્ર 13 શ્રમિકોથી થઇ હતી. અગાઉ મુંબઇમાં અને ગુજરાતમાં સંચાણા બંદરથી પણ શિપ બ્રેકીંગ કરાતું હતું. 
Tags :
Advertisement

Related News

featured-img
ભાવનગર

Bhavnagar: સરતાનપર બંદરે કેમિકલ આવતા દરિયાઈ જીવસૃષ્ટિ,પક્ષીઓ અને માછીમારોને ખૂબ નુકસાન

featured-img
ભાવનગર

Bhavnagar : ડિસેમ્બરમાં 12 વર્ષની બાળકી સાથે 3 નરાધમે દુષ્કર્મ આચર્યું, હવે નોંધાયો ગુનો!

featured-img
ભાવનગર

Bhavnagar: વીજચોરીને લઈ PGVCLની ટીમ એકશનમાં, 97 વીજ કનેક્શનમાંથી ઝડપાઈ વીજચોરી

featured-img
ભાવનગર

Bhavnagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, તંત્રએ ટૂંક જ સમયમાં બનાવ્યો નવો માર્ગ

featured-img
ભાવનગર

Bhavnagar: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!

featured-img
ભાવનગર

Bhavnagar: ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર! શહેરમાં અસમાજિક તત્વોએ મચાવ્યો ફરી આતંક

×

Live Tv

Trending News

.

×