Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતની મુલાકાતે PM મોદી, ભાવનગરમાં 552 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતના વલસાડ (Valsad) જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીની તેમના ગૃહ રાજ્યની આ પ્રથમ મુલાકાત હશે. આ પછી તેઓ સાંજે ભાવનગરમાં સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. ભાજપના પ્રવક્તા યગ્રેશ દવેના જણાવ્યા અનુસાર, 'વડાપ્રધાન મોદી રવિવારે બપોરે વલસાડ જિલ્લાના નાના પોંઢા ખાતે રેલીને સંબોધિત કરશે. તેઓ સાંજે ભાવનગરમાà
02:54 AM Nov 06, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતના વલસાડ (Valsad) જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીની તેમના ગૃહ રાજ્યની આ પ્રથમ મુલાકાત હશે. આ પછી તેઓ સાંજે ભાવનગરમાં સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. ભાજપના પ્રવક્તા યગ્રેશ દવેના જણાવ્યા અનુસાર, "વડાપ્રધાન મોદી રવિવારે બપોરે વલસાડ જિલ્લાના નાના પોંઢા ખાતે રેલીને સંબોધિત કરશે. તેઓ સાંજે ભાવનગરમાં સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે." 
PM મોદી સમૂહ લગ્ન સમારોહ 'પાપા ની પરી' લગ્નોત્સવ 2022મા હાજરી આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે અને ભાવનગરમાં 552 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહમાં પણ હાજરી આપશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના ગૃહ રાજ્યની આ પ્રથમ મુલાકાત હશે. PM મોદી બપોરે 3 વાગ્યે વલસાડ જિલ્લાના કપરાડા ગામમાં જાહેર સભાને સંબોધશે. જે બાદ આજે સાંજે 5:45 કલાકે PM મોદી ભાવનગરમાં સમૂહ લગ્ન સમારોહ 'પાપા ની પરી' લગ્નોત્સવ 2022મા હાજરી આપશે. આ સમૂહ લગ્નોત્સવમાં પિતા ન હોય તેવી 552 કન્યાઓના લગ્નનો કાર્યક્રમ યોજાશે.

ગુજરાતને મળી ઘણા પ્રોજેક્ટની સૌગાત
આ પહેલા 12 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જાહેરસભાને સંબોધી હતી. રેલી બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો. વળી, વડાપ્રધાન મોદીએ આમોદ અને ભરૂચમાં 8,000 કરોડ રૂપિયાથી વધુના ઘણા પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કર્યું. PM મોદીએ જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક, દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટ, અંકલેશ્વર એરપોર્ટના ફેઝ 1 અને અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટિલેવલ ઈન્ડસ્ટ્રીયલ શેડના વિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો હતો.
કોંગ્રેસે 43 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વળી, કોંગ્રેસે 43 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં મુખ્ય ચહેરા પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને ઘાટલોડિયાથી અમી યાજ્ઞિક છે, જેમને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે અકોટાથી ઋત્વિક જોષી, રાવપુરાથી સંજય પટેલ અને ગાંધીધામથી ભરત વી.સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના ટોચના નેતાઓ કરી રહ્યા છે જાહેરસભાઓ
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું છે. ગુજરાતમાં દરરોજ ભાજપના ટોચના નેતાઓની રેલીઓ અને જાહેરસભાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 13 ઓક્ટોબરે અમદાવાદમાં "ગુજરાત ગૌરવ યાત્રા" નું ઉદ્ઘાટન કર્યું હતું. "ગુજરાત ગૌરવ યાત્રા"ના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા જેપી નડ્ડાએ મહેસાણામાં 'ગુજરાત ગૌરવ યાત્રા'ને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
Tags :
BhavnagarElectionElection2022GujaratAssemblyElectionGujaratAssemblyElection2022GujaratFirstGujaratVidhanSabhaElectionGujaratVidhanSabhaElection2022PMModiValsadvisit
Next Article