ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિનાં પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે.
06:43 PM Mar 20, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Re Pran Pratishtha Mahotsav Bavaliyari Thakar Dham
  1. સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Bhavnagar)
  2. ગોપજ્ઞાન ગાથામાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
  3. PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સનાતન સંસ્કૃતિનાં પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો : CM
  4. સરકારના પ્રયાસોમાં સમાજના પ્રયાસો જોડાય ત્યારે બમણી પ્રગતિ થાય : CM ભૂપેન્દ્ર પટેલ

Bhavnagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામનાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજનાં લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ (Bharwad Samaj) 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિનાં પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, દેશભરનાં દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ 2025 ને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું કે, આ વર્ષે સરદાર સાહેબની 150 મી જન્મજયંતી, બિરસા મુંડાની 150 મી જયંતિ, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની (Atal Bihari Vajpayee) 100 મી જયંતી તથા બંધારણનાં અમૃત મહોત્સવની ઉજવણીનું વર્ષ છે. ઠાકરધામની પ્રતિષ્ઠાનાં પણ 375 વર્ષ પૂર્ણ પર પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો સુભગ સમન્વય સર્જાયો છે. આ અવસરે મહિલાઓનાં હૂડો રાસને (Bharwad Samaj Hudo Ras) આભૂતપૂર્વ ગણાવી વિક્રમ રચવા બદલ મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : ટ્રાફિક વિભાગ, AMC, પોલીસની કામગીરીને HC એ વખાણી! કહ્યું- 6 મહિના સુધી આ પ્રકારે જ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન કૃષ્ણનાં ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાનાં દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું. સરકારનાં પ્રયાસોમાં સમાજનાં પ્રયાસો જોડાય ત્યારે બમણી પ્રગતિ થાય છે. વડાપ્રધાનનાં આ વિધાનને ટાંકી તેમણે સંત શ્રી નગાલાખા ચેરિટેબલ ટ્રસ્ટનાં (Sant Shri Nagalakha Charitable Trust) માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. અંતે તેમણે એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છ ભારત, મેદસ્વિતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવવાની જન અપીલ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી

વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જિનિયસ ફાઉન્ડેશનનાં CEO પાવન સોલંકીનાં હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહંત રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સંત શ્રી નગાલખા-ઠાકરધામ (Sant Shri Nagalakha Bapa-Thakardham, Bhavnagar) ખાતે દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સર્વ જીતુ વાઘણી, કાળુભાઈ ડાભી, કિરીટસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ તેમ જ ઠાકરધામનાં મહંત રામબાપુ, તોરણીયા ધામના મહંત રાજેન્દ્રદાસજી બાપુ તથા ભરવાડ સમાજનાં આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 70 હજારથી વધુ મહિલાઓ હુડા રાસમાં લેશે ભાગ

Tags :
Amrit MahotsavAtal Bihari Vajpayee jiBavaliyaliBharwad Samaj Hudo RasCM Bhupendra PatelDholeraEk pad MAA ke naamGop Gyan GathaGUJARAT FIRST NEWSJitu VaghniKalubhai Dabhipm narendra modiPran Pratishtha MahotsavSant Shri Nagalakha Bapa-ThakardhamSant Shri Nagalakha Charitable TrustSardar SahebTop Gujarati News