ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

આ કાર્યક્રમમાં ભરવાડ સમાજની 75, 000 થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો હતો.
08:30 PM Mar 20, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
PM Modi_gujarat_first
  1. Bhavnagar માં બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને લોકોને સંબોધિત કર્યા
  3. મહંતશ્રી રામબાપુને મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થઈ જે ખૂબ જ ખુશીની વાત છે : PM મોદી
  4. ભાવનગરની ધરતી જાણે ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે : PM મોદી

ભાવનગરમાં (Bhavnagar) આજે બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ઠાકરધામનાં મહંત રામબાપુ, તોરણીયા ધામનાં મહંત રાજેન્દ્રદાસજી બાપુ, નેતાઓ, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ અને સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભરવાડ સમાજની 75, 000 થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ (Bharwad Samaj Hudo MahaRaas) રમી વિક્રમ સર્જ્યો હતો. સાથે જ 10 હજારથી વધુ ગોપાલ ગૃપનાં ભાઈઓ લાકડી રાસમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી જોડાયા હતા અને લોકોને સંબોધિત કર્યા હતા.

ભાવનગરની ધરતી જાણે ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન બની ગઈ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતો-મહંતો અને ભરવાડ સમાજનાં (Bharwad Samaj) તમામ લોકોને આ આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, આ વર્ષે યોજાનારા ઐતિહાસિક મહાકુંભમાં (Mahakumbh 2025) મહંતશ્રી રામબાપુને મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થઈ જે ખૂબ જ ખુશીની વાત છે. આ માટે મહંતશ્રી રામબાપુ (Mahant Rambapu) અને સમાજનાં તમામ પરિવારોને ઘણી શુભેચ્છા. છેલ્લા એક સપ્તાહમાં ભાવનગરની ધરતી જાણે ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તેમાં પણ સોનામાં સુગંધ ભળે તેમ ભાઈજીની ભાગવત કથાથી શ્રદ્ધાનો ભાવ વહી રહ્યો છે. લોકો શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ થઈ ગયા છે.

આ પણ વાંચો - Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!

રૂબરૂ હાજરી ન આપી શક્યાનો PM મોદીએ ખેદ વ્યક્ત કર્યો

વડાપ્રધાને (PM Narendra Modi) આગળ કહ્યું કે, બાવળીયારી ધામની (Bavliyari Dham) ધરતી ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની પ્રતિભૂમિ પણ છે. બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામનાં (Sant Shri Nagalakha Bapa-Thakardham) પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક રૂઢો અવસર છે. છેલ્લા એક અઠવાડિયાથી જાણે રમઝટ જામી છે. પીએમ મોદીએ ભરવાડ સમાજની 75, 000 થી વધુ બહેનો દ્વારા હૂડો રાસ રમી વિક્રમ સર્જવા અંગે કહ્યું કે, જાણે વૃંદાવનને જીવંત કરી દીધું. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ કલાકારોને પણ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ આ પ્રસંગે રૂબરૂ હાજરી ન આપી શક્યાનો ખેદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 70 હજારથી વધુ મહિલાઓ હુડા રાસમાં લેશે ભાગ

'ભરવાડ સમાજ સંસ્કૃતિ અને પર્યાવરણ બંનેનો રક્ષક છે'

પીએમ મોદીએ આગળ કહ્યું કે, પહેલા જ્યારે ગુજરાતમાં દુકાળની સમસ્યા સર્જાતી ત્યારે પૂજ્ય ઇશુબાપુ સેવાઓ આપતા. તેમની સેવાઓને સમગ્ર ગુજરાતમાં દેવકાર્યની જેમ જોવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે, ભરવાડ સમાજ ત્યાગ અને પરિશ્રમની વાતમાં હંમેશાં આગળ રહ્યો છે. ભરવાડ સમાજ સંસ્કૃતિ અને પર્યાવરણ બંનેનો રક્ષક છે. ભરવાડ સમાજની (Bharwad Samaj) કોઈ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં ન જોવા મળે. ભરવાડ સમાજમાં વૃદ્ધો અને માતા-પિતાની સેવા પરમાત્માની સેવા માનવામાં આવે છે. નવી પેઢી પણ આ સંસ્કાર અને મૂલ્યોનું અનુસરણ કરી રહી છે જે ખૂબ જ સારી બાબત છે. આ સાથે પીએમ મોદીએ ભરવાડ સમાજનાં લોકોને શિક્ષા, આધુનિકતામાં વધુ આગળ વધવા માટે આગ્રહ પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા, પશુપાલન, પર્યાવરણ જાળવણી સહિતનાં વિવિધ મુદ્દે વધુ જાગૃત રહેવા અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી

Tags :
Bavliyari DhamBharwad Samaj Hudo MahaRaasBhavnagarCM Bhupendra PatelGUJARAT FIRST NEWSLord Shri KrishnaMahakumbh-2025Mahant Rambapupm narendra modiSant Shri Nagalakha Bapa-ThakardhamTop Gujarati News