Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનમાં ભાવનગર પોલીસને નડ્યો ગોઝારો અકસ્માત, 4 પોલીસકર્મી શહીદ

ગુજરાત પોલીસ માટે મંગળવારનો દિવસ દુ:ખદ સાબિત થયો છે. ભાવનગરના  પોલીસકર્મીઓને રાજસ્થાનમાંઅકસ્માત નડ્યો છે, અકસ્માતમાં ચારેય પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ અકસ્માતમાં આરોપીનું પણ મોતથયું છે.મોડી રાત્રે ગોઝારો અકસ્માતરાજસ્થાનના જયપુરમાં શાહપુરાના ભાબરુ પાસે અંદાજે રાત્રે 2 વાગ્યાની આસપાસ કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ, અકસ્માતમાં ચાર પોલીસકર્મીઓ અને આરોપીના મોત થયા છે. ભાવનગરના ચાà
રાજસ્થાનમાં ભાવનગર પોલીસને નડ્યો ગોઝારો અકસ્માત  4 પોલીસકર્મી શહીદ
ગુજરાત પોલીસ માટે મંગળવારનો દિવસ દુ:ખદ સાબિત થયો છે. ભાવનગરના  પોલીસકર્મીઓને રાજસ્થાનમાં
અકસ્માત નડ્યો છે, અકસ્માતમાં ચારેય પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ અકસ્માતમાં આરોપીનું પણ મોત
થયું છે.
મોડી રાત્રે ગોઝારો અકસ્માત
રાજસ્થાનના જયપુરમાં શાહપુરાના ભાબરુ પાસે અંદાજે રાત્રે 2 વાગ્યાની આસપાસ કાર ધડાકાભેર ઝાડ સાથે 
અથડાઈ, અકસ્માતમાં ચાર પોલીસકર્મીઓ અને આરોપીના મોત થયા છે. ભાવનગરના ચાર પોલીસકર્મીઓ 
હરિયાણાથી આરોપીને લઈ પરત ફરી રહ્યા હતા તે સમયે જયપુર-દિલ્લી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિક પોલીસની તપાસમાં ચારેય પોલીસકર્મીઓ ભાવનગરના હોવાની જાણકારી બહાર આવી હતી.
ફરજ પર પોલીસકર્મીઓ શહીદ

શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુકેરા, ઈરફાન આગવાન અને મનુભાઈ આ ચારેય પોલીસકર્મીઓ ફરજ દરમિયાન
શહીદ થયા છે. હરિયાણાથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મીઓ ભાવનગર પરત ફરી રહ્યા હતા. 

બંને રાજ્યોના CMએ વ્યકત કર્યો શોક

ગુજરાતના પોલીસકર્મીઓના શહીદ થવાની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યકત કર્યો. ભૂપેન્દ્ર 
પટેલે ટ્વીટ કરતા કહ્યું કે- '4 પોલીસકર્મીઓ અને એક આરોપીના મૃત્યુના સમાચાર મળ્યા છે તે અત્યંત દુ:ખદ છે, ઈશ્વર
તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના'. બીજીતરફ રાજસ્થાનના CM અશોક ગેહલોતે પણ દુ:ખ વ્યકત કર્યો.

Advertisement
Tags :
Advertisement

.