Bhavnagar : 19 વર્ષીય યુવતીને પ્રેમમાં મળી મોતની સજા! પિતા-કાકા સામે હત્યાનો આરોપ
- પાલીતાણાનાં રાણપરડા ગામે યુવતીને પ્રેમમાં મોતની સજા! (Bhavnagar)
- 19 વર્ષીય યુવતીની તેના પિતા અને કાકાએ જ હત્યા કરી હોવાનો આરોપ
- સબંધીને જાણ કર્યા વિના બારોબાર અંતિમ સંસ્કાર પણ કર્યાનો આક્ષેપ
- અન્ય જ્ઞાતિનાં યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી હત્યા કરી હોવાનો આરોપ
ભાવનગર જિલ્લાના (Bhavnagar) પાલીતાણાનાં રાણપરડા ગામે એક યુવતીને અન્ય જ્ઞાતિનાં યુવક સાથે પ્રેમ કરવો જીવલેણ સાબિત થયો છે. 19 વર્ષીય યુવતીની તેનાં જ પિતા અને કાકાએ કરપીણ હત્યા કરી અને ત્યાર બાદ સગાં-સંબંધીઓને જણાવ્યા વગર જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો ગંભીર આરોપ થયો છે. આ મામલે પાલીતાણા રૂરલ પોલીસે (Palitana Rural Police) ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : અકસ્માત સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી, થોડા સમય બાદ ફોર્ચ્યુનર, સ્કોર્પિયો અને બાઇક પણ આવી!
19 વર્ષીય યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ થયો હતો
આરોપ અનુસાર, ભાવનગર જિલ્લાના (Bhavnagar) પાલીતાણાનાં રાણપરડા ગામે રહેતી 19 વર્ષીય યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ થયો હતો. જો કે, આ વાતની જાણ થતાં પિતા અને કાકાએ જ યુવતીનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરી હતી. ત્યાર બાદ કોઈને ખબર ન પડે તે રીતે સગાં-સંબધીને જાણ કર્યા વગર મૃતક યુવતીનાં અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.
આ પણ વાંચો - RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક વધારવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત
યુવતીનાં નાનાએ ફરિયાદ કરતા પાલીતાણા રૂરલ પોલીસે ગુનો નોંધ્યો
આ ઘટના 7 માર્ચે બની હતી. આ મામલે યુવતીનાં નાનાએ ફરિયાદ કરતા પાલીતાણા રૂરલ પોલીસે આરોપી દીપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસાંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીનાં નાનાએ આ કેસમાં યોગ્ય તપાસ અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ પણ કરી છે.
આ પણ વાંચો - Summer in Gujarat : AMA ની ગાઇડલાઇન, બહાર જતાં કેપ-ગોગલ્સ પહેરવાં, પૂરતું પ્રવાહી લેવું