Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં અચાનક હરાજી બંધ! ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જાણો કેમ ?
- Bhavnagar ની મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો વિરોધ
- ડુંગળીનાં સતત ગગડતા ભાવોને લઈ ખેડૂતોનો હંગામો
- રસ્તા પર બેસી અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
- ખેડૂતોને માત્ર 200 રુપિયા ભાવ મળતા વિરોધ
- ખેડૂત તેમ જ ખેડૂતો આગેવાનોએ હરાજી બંધ કરાવી
ભાવનગરનાં (Bhavnagar) મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડુંગળીનાં સતત ગગડતા ભાવોને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચાર દિવસમાં 10 લાખ જેટલા થેલા સફેદ ડુંગળીની આવક થતાં ખેડૂતોને માત્ર 200 રુપિયા જેટલો જ ભાવ મળતા ખેડૂતોએ રસ્તા પર બેસી અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનાં વિરોધનાં કારણે યાર્ડમાં હરાજી બંધ રાખવાની ફરજ પડી છે.
આ પણ વાંચો - Bhavnagar: હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના, અનેક વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ
ડુંગળીનાં સતત ગગડતા ભાવોને લઈ ખેડૂતોનો હંગામો
ભાવનગરમાં (Bhavnagar) મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનાં વિરોધને પગલે આજે હરાજી બંધ રાખવાની ફરજ પડી છે. સફેદ ડુંગળીનાં ભાવમાં સુધારો તેમ જ તેજી લાવવાની માગ સાથે ખેડૂત તેમ જ ખેડૂતો આગેવાનોએ હરાજી બંધ કરાવી છે. ખેડૂતોનું કહેવું છે કે અઠવાડિયાથી સફેદ ડુંગળીનાં ભાવ તળિયે જઈ રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આથી, સફેદ ડુંગળીનાં ભાવમાં જલદી સુધારો કરવા અને તેજી લાવવા માગ કરાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ
ખેડૂત તેમ જ ખેડૂતો આગેવાનોએ હરાજી બંધ કરાવી
માહિતી અનુસાર, 4 દિવસની રજા બાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં (Mahuva Marketing Yard) 10 લાખ સફેદ ડુંગળીનાં થેલાની આવક થઈ છે જ્યારે વેચાણ માત્ર 200 રૂપિયા સુધી જ થઈ રહ્યું છે. ત્યારે, ડુંગળીનાં સંતોષકારક ભાવ નથી મળતા ખેડૂત આગેવાન તેમ જ ખેડૂતો દ્વારા યાર્ડમાં ભેગા થઈને હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ખેડૂતો દ્વારા રસ્તા પર બેસી અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો - Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતના આ જીલ્લાઓમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી