Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરમાં ગૂગળ ધૂપ કરવાથી થાય છે આટલા ચમત્કારી ફાયદા જાણો તેના વિશે

દરેક હિંદુ ઘરમાં દરરોજ (Daily)પૂજામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે અનેક પ્રકારની સુગંધિત ધૂપ-દીપો પણ પ્રગટાવવામાં આવે છે. જેમ જેમ નવરાત્રિનો(navratri) તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં તેમની માંગ વધી છે. ગૂગળ ધૂપ સામાન્ય રીતે  શુદ્ધ અને સુગંધિત વાતાવરણમાં, ભગવાન તેમના ભક્તોની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ કરે છે. પરંતુ આ બધામાં ગુગળ ધૂપ સૌથી  મહત્વનું  હોય છે.  જે આપણા
ઘરમાં ગૂગળ ધૂપ કરવાથી થાય છે આટલા ચમત્કારી ફાયદા જાણો તેના વિશે
દરેક હિંદુ ઘરમાં દરરોજ (Daily)પૂજામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે અનેક પ્રકારની સુગંધિત ધૂપ-દીપો પણ પ્રગટાવવામાં આવે છે. જેમ જેમ નવરાત્રિનો(navratri) તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં તેમની માંગ વધી છે. 
ગૂગળ ધૂપ સામાન્ય રીતે  શુદ્ધ અને સુગંધિત વાતાવરણમાં, ભગવાન તેમના ભક્તોની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ કરે છે. પરંતુ આ બધામાં ગુગળ ધૂપ સૌથી  મહત્વનું  હોય છે.  જે આપણા વાતાવરણને સુગંધિત બનાવે છે એટલું જ નહીં તેના ધુમાડામાં અનેક ઔષધીય ગુણો પણ છુપાયેલા છે. 
ગૂગળ ધૂપના ફાયદા:
તણાવમાં રાહત
સામાન્ય રીતે ગૂગળ  ધૂપ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો પરિવારમાં રોજ-બરોજ મુશ્કેલી  રહેતી હોય તેમજ  જો પતિ-પત્ની વચ્ચે હમેશાં વિવાદની સ્થિતિ સર્જાતી હોય તેઓએ ગૂગળનો  ધૂપ  કરવો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને વાતાવરણ તણાવમુક્ત બનશે.
નકરાત્મકઉર્જા નો નાશ :
એવું માનવામાં આવે છે કે ગૂગળમાં દુષ્ટ શક્તિઓને દૂર કરવાની ક્ષમતા છે. તેનો ધુમાડો નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાદુટોણાથી બચાવવા માટે આખા ઘરમાં પીપળાના પાન સાથે ગૌમૂત્ર 7 દિવસ સુધી છાંટવું અને ત્યારબાદ ગુગલનો ધૂપ કરવો. આનાથી જો દુષ્ટ શક્તિઓનો પ્રભાવ નષ્ટ થવા લાગે છે.
ખરાબ કામ બનતા  અટકી જશે
ઘણી વખત વાસ્તુ દોષ, પિતૃ દોષના કારણે વ્યક્તિ ઘણા પ્રયત્નો પછી પણ તેમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી.ગૂગળમાં  તમે પીળા સરસવ, ગાયનું ઘી અને લોબાન મિક્સ કરો. હવે 21 દિવસ સુધી દરરોજ સાંજે ગાયના આંચળ પર તેની ધૂણી આપો. એવું માનવામાં આવે છે કે કોઈપણ અવરોધ વિના તમામ કાર્ય પૂર્ણ થશે.
રોગોને તમે દૂર કરી શકો છો 
 ગૂગળમાં ઘણા ફાયદાકારક તત્વો હોય છે. કહેવાય છે કે તેની ગંધ હવામાં રહેલા કીટાણુઓને મારી નાખે છે. વરસાદમાં મોટાભાગના રોગો બેક્ટેરિયા અને વાયરસના ફેલાવાને કારણે થાય છે. ગંભીર રોગોથી બચવા માટે દરરોજ ગુગલની ધૂણી આપો. તેનાથી વાતાવરણ શુદ્ધ અને સુગંધિત રહેશે. 
Advertisement
Tags :
Advertisement

.