ગુજરાતમાં આ પ્રકારના માત્ર 3 મંદિર જ આવેલા છે,જાણો ક્યાં
દરેક દેવોની મૂર્તિઓ મુખ્યત્વે ઉગમણી એટલે કે પૂર્વ તરફ જોવા મળતા હોય છે ત્યારે આથમણી એટલે કે પશ્ચિમ મુખે બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં એક દ્વારકા અને બીજું ડાકોરમાં આવેલ છે. આજે આવું જ એક મંદિર સુપેડીમાં શ્રી મુરલી મનોહર મંદિર જોવા મળ્યું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ મુખે બિરાજે છે ત્યારે અહિયાં ભક્તો, શ્રદ્ધાળુઓ અલગ-અલગ આસ્થાઓ અને માનતાઓ કરીને દર્શન કરવા અને પોતાà
દરેક દેવોની મૂર્તિઓ મુખ્યત્વે ઉગમણી એટલે કે પૂર્વ તરફ જોવા મળતા હોય છે ત્યારે આથમણી એટલે કે પશ્ચિમ મુખે બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં એક દ્વારકા અને બીજું ડાકોરમાં આવેલ છે. આજે આવું જ એક મંદિર સુપેડીમાં શ્રી મુરલી મનોહર મંદિર જોવા મળ્યું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ મુખે બિરાજે છે ત્યારે અહિયાં ભક્તો, શ્રદ્ધાળુઓ અલગ-અલગ આસ્થાઓ અને માનતાઓ કરીને દર્શન કરવા અને પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છેઆજે જાણો આ મંદિરની આસ્થા અને ભક્તોની અતૂટ શ્રધ્ધાઓ વિશે અમારા આ વિશેષ અહેવાલમાં.
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની ઉતાવળી નદી કાંઠે આવેલું છે, એક પુરાણું અને ઐતિહાસિક ભગવાન શ્રીકૃષ્ણનું મુરલી મનોહર મંદિર. આ મંદિર વિશે વાત કરીએ તો દરેક ભગવાન અને દરેક દેવોના મુખ ઊગમણી તરફ એટલે કે પૂર્વ તરફ જોવા મળતા હોય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ મુખે એટલે કે આથમણી કોરના મંદિરો એક દ્વારકાની અંદર આવેલું છે જ્યારે બીજું મંદિર ડાકોર ખાતે આવેલું છે જ્યારે આવું જ એક મંદિર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે શ્રી મુરલી મનોહર મંદિર આવેલું છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનું મુખ પશ્ચિમ એટલે કે આથમણી કોર હોવાનું મંદિરમાં જોવા મળ્યું છે.
ભક્તો માનતા પૂર્ણ કરવા આવે છે.
આહિ આવેલ આ મંદિરે આવતા ભક્તો અલગ-અલગ માનતા કરે છે જેમાં કોઈ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે કરેલી માનતા પૂર્ણ કરવા કોઈ દૂર-દૂરથી ચાલીને ભગવાન શ્રીકૃષ્ણના આ મુરલી મનોહર મંદિર ખાતે આવે છે અને પોતે કરેલી માનતા અને આસ્થા શ્રદ્ધા સાથે પૂર્ણ કરે છે તો કોઈ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને ધજા ચડાવે છે અને ભોજન પ્રસાદીનું પણ અહીંયા ભવ્ય આયોજન કરે છે અને પોતે કરેલ માનતાઓ પૂર્ણ કરે છે અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખે છે.
ભગવાનના દર્શન કરી અનુભવે છે ધન્યતા
સુપેડી ખાતે આવેલા આ શ્રી મુરલી મનોહર મંદિરની અંદર ભક્તો પોતાની અનેક આસ્થાઓ, શ્રદ્ધાઓ અને વિવિધ માનતાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને વિશેષ માનતા કરે છે જેમાં પૂજારીના જણાવ્યા પ્રમાણે ભક્તો અહીં સીઝનના ચાલતા ફ્રુટની માનતા કરે છે અને સિઝનમાં ચાલતા કોઈપણ ફ્રુટ ભગવાન શ્રીકૃષ્ણને ચડાવે છે અને પોતે કરેલી માનતાઓ પૂર્ણ કરવા માટે આવી પધારે છે. આ મંદિર ખાતે આસપાસના પંથક તેમજ દેશ-વિદેશથી ભક્તો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.
અનેક મનોરથો અને ઉત્સવોનું આયોજન
સુપેડીના આ મુરલી મનોહર મંદિર ખાતે અનેક મનોરથો તેમજ અનેક ઉત્સવો ધામે-ધૂમે અને હોશે-હોશે ઉજવવામાં આવે છે ત્યારે અહીં મંદિરના પૂજારી અને તેમનો પરિવાર ઘણી પેઢીથી ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા કરે છે અને તેમને મળેલા આ સેવાનો ખૂબ સુંદર રીતે નિભાવ પણ કરે છે અને સાથે જ અહીં આવતા ભક્તોને પણ જ્ઞાન, સંસ્કાર તેમજ મંદિરની આસ્થાઓ અને શ્રદ્ધાઓ વિશે જણાવતા પણ નજરે પડે છે.
મંદિરમાં દસ દેવ બિરાજમાન
સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે દસ જેટલા દેવો બિરાજમાન છે જેમાં આ તમામ દેવ સ્થાનો પર રોજ ધજા ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવે છે અને સાથે જ આ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.
ભગવાનની લીલા
આ મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ પણ બિરાજમાન છે અને સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભ ગૃહની અંદર ભાવિ ભક્તો દર્શન કરી શકે છે અને ભગવાન શ્રીકૃષ્ણને કાલાવાલા પણ કરી શકે છે. આ મંદિરમાં મહિલાઓ અહીં સત્સંગ કરે છે અને ભગવાનની ભક્તિ અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા રાસ રમીને ગીત ગાતા-ગાતા ભગવાનની ભક્તિ કરે છે અને બાળપણના તેમજ ભગવાન શ્રીકૃષ્ણની અનેક લીલાઓ અને આસ્થાઓના ગુણગાન કરતા તાલીઓના તાલ સાથે રાસ રમતા પણ નજરે પડે છે.
ભુખ્યાને ભોજન અપાય છે
સૂપેડીના આ મુરલી મનોહર મંદિરના આ અન્નક્ષેત્રની અંદર રોજબરોજ અનેક ભૂખ્યાઓ તેમજ શ્રદ્ધાળુઓ ભાવથી ભોજન લેતા પણ નજરે પડે છે ત્યારે અહીંના પૂજારી પરિવાર અને સેવકો દ્વારા પણ ભૂખ્યાને ભાવથી અને શ્રદ્ધાથી પણ ભોજન કરાવી અને ભગવાન શ્રીકૃષ્ણએ દીધેલી આ સુંદર કામગીરી અને સેવાના તેમજ લોકકલ્યાણના કાર્યોને કરી પોતાને પણ ધન્યતા અનુભવે છે.
હજારો વર્ષ જુનુ મંદિર
આ મંદિરની લોકવાઇકા મુજબ મંદિર હજારો વર્ષ પુરાણું છે જેમની કોતરણીઓ પણ અદભુત છે જેમાં બે ભાઈઓ દ્વારા અહીંયા મંદિર બનાવવામાં આવ્યા છે જેમાં એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે લોકવાયકા મુજબ આ બંને મંદિરો બંને ભાઈઓએ બનાવ્યા છે અને બંને ભાઈઓએ જ્યારે મંદિર બનાવ્યા હતા ત્યારે બંનેના મંદિરના ચાલતા કામ વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો છતાં પણ એકબીજાના મંદિરની કારીગરી જોયા વગર બંને ભાઈઓના એક જ સરખા અને એક જ સરખી કોતરણીના મંદિર બન્યા હોવાની પણ લોકવાયકા અહીં સાંભળવા મળે છે.
મનોકામના પૂર્ણ થાય છે
સુપેડી ખાતેના આ મંદિર પરિસરમાં ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ધ્વજા ચડાવવાનું દર બીજ પૂનમ સહિતના મુખ્ય દિવસો અને મોટા તહેવારોની અંદર ભક્તો દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધા સાથે કરવામાં આવે છે જેમાં મંદિરના સેવકો તેમજ પૂજારી પરિવાર દ્વારા પણ તેમના આ સંકલ્પ અને માનતાઓની અંદર માનતા પૂર્ણ કરવા માટે સૌ કોઈ સાથ સહકાર આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માત્રથી જ તેઓ ધન્યતા અનુભવે છે જેથી તેમના દુઃખ દર્દો અને તેમની તકલીફો ભગવાન શ્રીકૃષ્ણ દૂર કરે છે તેવું પણ ભક્તોએ જણાવ્યું છે ત્યારે અમે પણ જણાવીએ છીએ કે પશ્ચિમ મુખે આવેલા દ્વારકા તેમજ ડાકોરની જેમ બિરાજમાન ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહરના દર્શન કરી અને તમે પણ તમારા દુઃખ દર્દો ભગવાન સમક્ષ ફ્રુટની માનતા કરી તેમજ પગપાળા અને ધ્વજા ચડાવી આસ્થા સાથે પ્રાર્થના કરો તો ભગવાન તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે.
સકારાત્મક ઉર્જા મળે છે
ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા અને નદી કાંઠે બનેલા આ મંદિરમાં આવતાની સાથે ભક્તોએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી તેઓ ખૂબ રાજીપો અનુભવે છે અને દ્વારકા દર્શન કરવા જેવો જ આનંદ અને ડાકોર ખાતે બિરાજમાન શ્રીકૃષ્ણના દર્શન કરવામાં જે આનંદ અને શ્રદ્ધા પૂર્વક આસ્થા પૂર્ણ થાય છે તેવી જ રીતે સુપેડીના આ મુરલી મનોહર મંદિર ખાતે તેમની તમામ આસ્થાઓને શ્રદ્ધાઓ પણ પૂર્ણ થાય છે તેવું જણાવ્યું છે ત્યારે આ સાથે વધુમાં ભક્તોએ જણાવ્યું હતું કે આ મંદિર પરિસરની અંદર પ્રવેશતા ની સાથે જ ખૂબ સકારાત્મક અને સારી ઉર્જા અને સારા વિચારો શરીરની અંદર પ્રવેશી જાય છે જેથી અહી ભક્તોએ એક વખત આ મંદિરના દર્શન કરવા જોઈએ તેવું ભક્તોએ જણાવ્યું છે.
આ પણ વાંચો--સિવિલમાં થેલેસેમિયા વેલનેસ સેન્ટર માટે થયા MoU
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement