Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યાં 60 દિવસ સુધી રોકાયા હતા પૂજ્ય પ્રમુખ સ્વામી, શ્રદ્ધા એવી કે 39 વર્ષથી તે રૂમનું એસી પણ બંધ નથી કર્યુ

અમદાવાદમાં પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની (Shatabdi Mahotsav) ઉજવણી ધામધૂમ થી થઈ રહી છે , ત્યારે પૂજય પ્રમુખ સ્વામી સાથે જોડાયેલી એક સંવેદનશીલ વાત અવશ્ય યાદ કરવી પડે. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હરીભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં સતત 60 દિવસ રોકાયા હતા આજે પણ આ હરિભક્ત દ્વારા તેમની સ્મૃતિઓ જાળવી રાખવામા આવી છે.અને હજુ પણ જાણે તેઓ પ્રમુખ સ્વામી સાથે રહેતા હોય તે રીતે જ રહે à
જ્યાં 60 દિવસ સુધી રોકાયા હતા પૂજ્ય પ્રમુખ સ્વામી  શ્રદ્ધા એવી કે 39 વર્ષથી તે રૂમનું એસી પણ બંધ નથી કર્યુ
અમદાવાદમાં પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની (Shatabdi Mahotsav) ઉજવણી ધામધૂમ થી થઈ રહી છે , ત્યારે પૂજય પ્રમુખ સ્વામી સાથે જોડાયેલી એક સંવેદનશીલ વાત અવશ્ય યાદ કરવી પડે. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હરીભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં સતત 60 દિવસ રોકાયા હતા આજે પણ આ હરિભક્ત દ્વારા તેમની સ્મૃતિઓ જાળવી રાખવામા આવી છે.અને હજુ પણ જાણે તેઓ પ્રમુખ સ્વામી સાથે રહેતા હોય તે રીતે જ રહે છે.
વર્ષ 1983ની સાલમાં 60 દિવસ સિદ્ધાર્થભાઇના ઘરે રોકાયા હતા પૂ. પ્રમુખ સ્વામી 
પ્રમુખ સ્વામી મહારાજ વર્ષ 1983માં વડોદરાના હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં 60 દિવસ રોકાયા હતા. આ દરમ્યાન બાપાએ સિદ્ધાર્થભાઈને વાપરેલી તમામ વસ્તુઓ તેમણે જીવની જેમ સાચવી રાખી છે અને પોતાના ઘરમાં પૂજ્ય પ્રમુખ સ્વામીની યાદમાં મ્યુઝિયમ બનાવ્યું છે. જેમાં બાપાના કપડા, વાસણો, ચશ્મા, પૂજાની સામગ્રીથી લઈને તમામ 84 વસ્તુઓ મુકી છે. જોકે આ મ્યુઝિયમ લોકો જોવા માટે જઈ શકતા નથી...
જે રૂમમાં તેઓ રોકાયા હતા તે રૂમનું એ.સી છેલ્લા 39 વર્ષથી ચાલુ 
જે રૂમમાં પૂજ્ય પ્રમુખ સ્વામી રહ્યા હતા તે રૂમમાં આજે પણ તેઓ હયાત હોય તેવી અનુભૂતિ સિદ્ધાર્થભાઇ કરે છે. અને એટલે જ તેમણે સતત 39 વર્ષથી બાપાના રૂમનું AC પણ બંધ કર્યું નથી. પ્રમુખ સ્વામી જેમના ઘરે રોકાયા હતા,તે હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1983માં બાપ્પા અમારે ત્યાં 60 દિવસ રોકાયા હતા. બાપાએ જે વસ્તુઓ વાપરી હતી, તે તમામ વસ્તુઓ અમે સાચવી રાખી છે અને તેનું મ્યુઝિયમ બનાવ્યું છે. બાપા જે રૂમમાં સુતા હતા. ત્યાં તેમનો બેડ હજી ત્યાં જ રાખવામાં આવ્યો છે. અમે તો માનીએ છીએ કે, બાપા હજી અમારી સાથે જ છે.
તબિયત નાદુરસ્ત હોવા છતા નિર્જળા ઉપવાસ કરતા હતા પૂજ્ય પ્રમુખ સ્વામી 
ગુજરાત ફર્સ્ટ સાથેની જૂની યાદો વાગોળતા સિદ્ધાર્થ ભાઈ એ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ ખુબજ સરળ સ્વભાવ ના હતા.60 દિવસના રોકાણ દરમિયાન તેમણે ક્યારેય કોઈ પણ પ્રકાર ની ફરિયાદ કે કોઈ ચીજ ની માંગણી કરી નહોતી. તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ નિર્જળા ઉપવાસ કરતા અને કહેતા પ્રભુના આદેશ ને ક્યારેય ટાળવો ન જોઈએ. અમારા આગ્રહ બાદ માંડ તેઓએ એક ચમચી ઉકાળાનું સેવન કર્યું હતું.
પૂ.પ્રમુખ સ્વામીના કહેવા પર ફેક્ટરીના શ્રમિકોની તમામ માંગ સંતોષી લીધી હતી 
વધુ એક પ્રસંગ યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે  તેમની પોતાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને મન દુખ હતું. જેથી બાપાએ મને કહ્યું હતું કે આપણે આપણા મજૂરોને દુ:ખી નહીં કરવાના. એ લોકોની જે માંગણીઓ હોય તે સંતોષી લો.જેથી બાપાના કહેવાથી તમામ માંગણીઓ કબૂલી લીધી હતી.મારા વકીલે ના પાડી હતી, પણ મારા ગુરૂએ કહ્યું હોવાથી તેમણે કહ્યું તે પ્રમાણે જ કર્યું હતું..બાપાએ સિદ્ધાર્થ ભાઈ પટેલના ઘરે બે ઉત્સવો ઉજવ્યા હતા અને ભક્તોને દર્શનનો લ્હાવો આપ્યો હતો.
39 વર્ષથી સાચવી રાખી છે પૂ.પ્રમુખ સ્વામીની તમામ યાદો 
એઇમ્સ ઓક્સીઝન મેન્યુફેક્ચર કંપનીના માલિક સિદ્ધાર્થભાઈ નું કહેવું છે કે અમે અહીં રોજ આરતી અને દર્શન કરવા માટે આવીએ છીએ. 39 વર્ષથી અમે બાપાની આ બધી વસ્તુઓ સાચવી રાખી છે. તેની જાળવણી પણ કરવામાં આવે છે.જો કોઈ હરિભક્ત બાપાની સ્મૃતિ ના દર્શન કરવા ઈચ્છે તો તેમનો સંપર્ક કરી અહી મુલાકાત લઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.