પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વને ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા આપી છે:મુખ્યમંત્રીશ્રી
પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો (Pramukhswami's centenary festival)આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના (Ahmedabad)ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છેમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રવચનમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વખતે મુખ્યમંત્રી બન્યા પછી આ મારો પહેલો à
02:55 PM Dec 14, 2022 IST
|
Vipul Pandya
પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો (Pramukhswami's centenary festival)આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના (Ahmedabad)ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રવચન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વખતે મુખ્યમંત્રી બન્યા પછી આ મારો પહેલો કાર્યક્રમ છે. તેમણે ક્યું કે, ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભોને મજબૂત કરવાનો કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગર અને દિલ્હીમાં અક્ષરધામમનું નિર્માણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે તે ભારતીય સંસ્કૃતિના એક સિમા ચિહ્ન બની ગયા છે તેમણે કહ્યું આ પવિત્ર પરિસરોના વર્ષે લાખો લોકો દર્શને આવે છે. તેમણે કહ્યું આવનારી અનેક પેઢીઓ પ્રમુખ સ્વામી મહારજને વંદન કરતી રહેશે. તેમણે કહ્યું કે, પ્રમુખ સ્વામીએ વિશ્વને ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા આપી છે
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Modi) તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)હાજર રહ્યાં હતા.
શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની 28 જેટલી પ્રતિકૃતિ PM મોદી નીહાળી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article