ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PMશ્રી મોદીએ કહ્યું, 2002માં જ્યારે હું પ્રથમ વાર ચુંટણી લડ્યો ત્યારે ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખ સ્વામી આપતા

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો (Pramukhswami's centenary festival)આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના (Ahmedabad)ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે  આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Pm Modi)બીએપીએસના વડા મહંત સ્વામી સાથે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ
04:00 PM Dec 14, 2022 IST | Vipul Pandya
પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો (Pramukhswami's centenary festival)આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના (Ahmedabad)ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે  આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Pm Modi)બીએપીએસના વડા મહંત સ્વામી સાથે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે પ્રમુખ સ્વામી સાથેના ઘણાં સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને યાદ કર્યા હતા. 
પ્રમુખ સ્વામી વ્યક્તિની અંદર પડેલી સારાઈને જોઈ શક્તા હતા: વડાપ્રધાનશ્રી
વડાપ્રધાને પ્રમુખ સ્વામીના વ્યક્તિત્વ વિશે જણાવ્યુ કે પ્રમુખ સ્વામીએ હંમેશા લોકોની અંદરની સારાઈને પ્રભાવિત કરી. ક્યારેય એવુ નથી કહ્યુ કે ઈશ્વરનું નામ લો સારુ થઈ જશે. તેઓ પ્રેરિત કરતા રહેતા કે હશે કમીઓ હશે, ખામીઓ હશે પરંતુ તારામાં આ સારાઈ છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર. એજ શક્તિને તે સમર્થન આપતા હતા. ખાતર પાણી આપતા હતા. તમારી અંદરની સારાઈ જ તમારી અંદર પડેલી બુરાઈઓનો ત્યાં જ નાશ કરી દેશે. એવો એક ઉચ્ચ વિચાર સહજ શબ્દોમાં કહેતા હતા. સદીઓ જૂની બદીઓ જે આપણા સમાજ જીવનમાં ઉંચ-નીચ, ભેદભાવ, તે દરેકને તેમણે સમાપ્ત કરી દીધી હતી.

પ્રમુખ સ્વામી સાચા અર્થમાં એક સમાજ સુધારક હતા: વડાપ્રધાનશ્રી
મારા મનમાં હંમેશા રહ્યુ છે કે તેઓ એક સાચા અર્થમાં સમાજ સુધારક હતા. પણ એક તાર જે મને હંમેશા દેખાયો છે તે એક પ્રકારે મનુષ્ય કેવો હોય, ભવિષ્ય કેવુ હોય, વ્યવસ્થાઓમાં પરિવર્તનશીલતા કેમ હોય. અધિષ્ઠાન આદર્શોથી જોડાયેલુ હોય, પરંતુ આધુનિક્તાના સપના આધુનિક્તાની દરેક વસ્તુનો સ્વીકાર કરનારા હોય એ પ્રકારનો અદ્દભૂત સંયોગ અને સંગમ દેખાયો છે.
પ્રમુખ સ્વામી નગરમાં આપણી મહાન, સમૃદ્ધ સંત પરંપરાના દર્શન એકસાથે થઈ રહ્યા છે: વડાપ્રધાનશ્રી
વડાપ્રધાશ્રીએ  જણાવ્યુ  આ જે પ્રમુખ સ્વામી નગર બનાવવામાં આવ્યુ છે, અહીં આપણી હજારો વર્ષોની આપણી મહાન સંત પરંપરા, સમૃદ્ધ સંત પરંપરા, તેના દર્શન એકસાથે થઈ રહ્યા છે. આપણી સંત પરંપરા કોઈ મત, આચાર વિચારને ફેલાવવા પુરતી સિમીત નથી રહી. આપણા સંતોએ સમગ્ર વિશ્વને જોડવા, વસુધૈવ કુટુમ્બકમના શાસ્વતભાવને સશક્ત કર્યો છે. પીએમએ કહ્યુ કે મારુ સૌભાગ્ય છે કે બાળપણથી મારુ કંઈક આવા જ ક્ષેત્રોમાં આકર્ષણ રહ્યુ છે. તો પ્રમુખ સ્વામીના પણ દૂરથી દર્શન કરતા રહેતા હતા. ક્યારેય કલ્પના ન હતી કે તેમની નિકટ જઈ શકીશ. પરંતુ દૂરથી પણ દર્શન કરવાનો અવસર મળતા હતા તો પણ સારુ લાગતુ હતુ. ઉમર પણ ઘણી નાની હતી. પરંતુ જિજ્ઞાસા પણ વધતી જતી હતી. અનેક વર્ષો બાદ વર્ષ 1991માં મને પ્રથમવાર મને એકાંતમાં તેમની સાથે સત્સંગ કરવાનું નસીબ સાંપડ્યુ. મારા માટે આશ્ચર્ય હતુ કે મારા માટે થોડી જાણકારી તેમણે મેળવેલી હતી. એ દરમિયાન સમગ્ર સમય ન ધર્મની ચર્ચા, ન અધ્યાત્મની ચર્ચા, પરંતુ માત્ર સેવા અને માનવ સેવા વિશે વાતો કરતા રહ્યા. આ મારી પ્રથમ મુલાકાત હતી અને તેમનો એક એક શબ્દ મારા હ્રદય પટલ પર અંકિત થતો હતો. તેમનો એક જ સંદેશ હતો કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા જ હોવુ જોઈએ. અંતિમ શ્વાસ સુધી સેવારત રહેવુ જોઈએ.
યુએનમાં પણ પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો: વડાપ્રધાનશ્રી
વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ કે  આ અવસરે હું તમામ પૂજ્ય સંતગણોનો આ આયોજન માટે કલ્પના સામર્થ્ય માટે અને એ કલ્પનાને ચરિતાર્થ કરવા બદલ જે મહેનત કરવામાં આવી છે. એ દરેકની હું ચરણવંદના કરુ છુ. હ્રદયથી શુભેચ્છા પાઠવુ છુ અને પૂજ્ય મહંત સ્વામીના આશિર્વાદથી આટલુ મોટુ ભવ્ય આયોજન, એ દેશ અને દુનિયાને આકર્ષિત કરશે. એટલુ જ નહીં તે પ્રભાવિત કરશે અને આવનારી પેઢીઓને પ્રેરિત પણ કરશે. 15 જાન્યુઆરી સુધી સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો મારા પિતાતુલ્ય પૂજ્ય પ્રમુખ સ્વામી પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અહીં આવવાના છે. તમારામાંથી કદાચ અનેક લોકોને ખબર હશે કે યુ.એન.માં પણ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો છે. આ પુરાવો છે એ વાતનો કે તેમના વિચારો કેટલા શાસ્વત છે, કેટલા સાર્વભૌમી છે. આપણી મહાન પરંપરા સંતો દ્વારા પ્રસ્થાપિત વેદથી વિવેકાનંદ સુધી જે ધારાને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોએ આગળ વધારી તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના આજે શતાબ્દી સમારોહમાં દર્શન થઈ રહ્યા છે.
વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યુ પ્રમુખ સ્વામી નગરમાં ભારતના તમામ રંગ જોવા મળે છે.
બ્રહ્મસ્વરૂપ  પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી  નિમીત્પીતે એમ મોદી તેમની વ્યસ્તતા વચ્ચે ત્રણ કલાકનો સમય કાઢી આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રીએ તેમના સંબોધનમાં જણાવ્યુ કે આ મારુ સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાક્ષી બનવાનો, સાથી બનવાનો અને  સત્સંગી બનવાનું સૌભાાગ્ય પ્રાપ્ત થયુ છે. અહીં જેટલો સમય મે વિતાવ્યો મને લાગે છે અહીં દિવ્યતાની અનુભૂતિ છે. અને સંકલ્પોની ભવ્યતા છે અહીં આબાલ વૃદ્ધ દરેક માટે આપણી વિરાસત શું છે, આપણી ધરોહર, આપણી આસ્થા, આપણુ અધ્યાત્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ શું છે આપણી પ્રકૃતિ શું છે આ તમામનો આ પરિસરમાં સમન્યવ છે. અહીં ભારતના તમામ રંગ જોવા મળે છે.
આપણ  વાંચો- પ્રમુખ સ્વામી મહારાજ નગરની સરળતાથી દર્શનયાત્રા માટે આ રહી જરૂરી માહિતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBhupendraPatelGujaratGujaratFirstPMModiPramukhswamiShatabdiMohotsav
Next Article