ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અપાઇ ભવ્ય અંજલિ

તા-6 ઓક્ટોબરના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રત્યેની વિરલ ભક્તિના દર્શન, તેઓના BAPS સ્વામિનારાયણ અક્ષરધામરૂપી સંકલ્પ અને સર્જન દ્વારા થઈ રહ્યા છે તેની ઝાંખી કરાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાઇ ગયો. 8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય...
08:34 PM Oct 09, 2023 IST | Vishal Dave

તા-6 ઓક્ટોબરના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રત્યેની વિરલ ભક્તિના દર્શન, તેઓના BAPS સ્વામિનારાયણ અક્ષરધામરૂપી સંકલ્પ અને સર્જન દ્વારા થઈ રહ્યા છે તેની ઝાંખી કરાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાઇ ગયો. 8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાયેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમે ઉપસ્થિત સૌ કોઇ ભાવિક ભક્તોના મન મોહી લીધા હતા

 

પ્રમુખસ્વામી મહારાજનું જીવન એ વાતની ગવાહી પૂરે છે કે નિસ્વાર્થ સેવા અને ભક્તિ અસંખ્ય લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે. BAPS ના અનેક સંતોએ તેઓના આધ્યાત્મિક જીવન પર પ્રમુખસ્વામી મહારાજના ઊંડા પ્રભાવની સ્વાનુભૂતિઓ રજૂ કરી

પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીએ કહ્યું પૂજ્ય પ્રમુખ સ્વામી પ્રત્યેક મંદિરની શરૂઆતથી લઈને, તેના સમગ્ર સર્જનમાં છેક અંત સુધી સંકળાયેલા રહેતા

BAPS ના પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીએ તેમના સંબોધનમાં જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજને ‘માસ્ટર બિલ્ડર' તરીકે સન્માનવામાં આવ્યા, તે એટલા માટે નહીં કે તેમના હસ્તે આ મંદિરોના ઉદ્ઘાટન થયા, પરંતુ એટલા માટે કે તેઓ પ્રત્યેક મંદિરની શરૂઆતથી લઈને, તેના સમગ્ર સર્જનમાં છેક અંત સુધી સંકળાયેલા રહેતા. જે-તે સમુદાયોની જરૂરિયાત અનુસાર મંદિરોના નિર્માણની સાથે-સાથે તેઓએ આ મંદિરોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરતાં અસંખ્ય લોકોના જીવનઘડતરમાં સક્રિય રસ લીધો "

 

અનેક સંતોએ કર્યુ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણોનું સ્મરણ 

અનેક સંતોએ આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના અગાધ સ્નેહ, નમ્રતા, નિસ્વાર્થ સેવા જેવા અનેક દિવ્ય ગુણોનું સ્મરણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના અનેક કલ્યાણકારી અને પ્રેરણાદાયી ગુણોનું રહસ્ય હતુ પરમાત્મા સાથે નિરંતર અનુસંધાન

કાર્યક્રમમાં ન્યૂજર્સીના ટોચના સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.. અને કાર્યક્રમની શોભા વધારી હતી

 

મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી શ્રદ્ધા અને ભક્તિના આકાર્યક્રમનો લ્હાવો લીધો હતો

અક્ષરધામ મંદિર અને સંકુલ રોશનીથી એવું જગમગી રહ્યુ હતું કે તેના પરથી નજર હટાવવાનું મન ન થાય

 

રોશનીથી જગમગતા અક્ષરધામ સંકુલનો નજારો કોઇનું પણ મન મોહી લે તેવું જણાતો હતો

 

શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી કેશજીએ તેમના સંબોધનમાં કહ્યું પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય મુલ્યો સાથે બાંધછોડ નહોતી કરી 

શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી કેશજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું. મને પ્રમુખસ્વામી મહારાજની સૌથી વધારે જો કોઈ વાત સ્પર્શી ગઈ એય તો તે હતી આધ્યાત્મિક નિયમપાલન પ્રત્યે તેમની મક્કમતા. તેમણે ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ ન કરી, જે મને સૌથી વધુ સ્પર્શે છે અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને મૂલ્યોના વૈશ્વિક પ્રભાવ, માનવસેવા પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતા અને અક્ષરધામના ભવ્ય વિઝન વિષયક લેખોના ઉદગારો વ્યક્ત કર્યા

 

ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદે કહ્યું કે ન્યૂજર્સીમાં સુંદર કમળની જેમ ખીલ્યુ છે અક્ષરધામ 

વૉશિંગ્ટન ડીસીમાં બાહરીન કિંગડમની એમ્બેસીના ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ વિશે જણાવ્યું.

આ અક્ષરધામ સુંદર સફેદ કમળની જેમ અહીં ગાર્ડન સ્ટેટ એવા ન્યુજર્સીમાં ખીલી ઉઠ્યું છે, તે અદભૂત છે! હું બાહરીન તરફથી શુભેચ્છાઓ પાઠવુ છુ. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને હું આપ સૌના આનંદમાં સહભાગી થવાને મારો આનંદ સમજુ છું.”

 

જોનાથન જેક્સને જણાવ્યું, “અક્ષરધામ શ્રદ્ધાનું મૂર્ત સ્વરૂપ છે

ઇલિનોઇસના કોંગ્રેસમેન, જોનાથન જેક્સને જણાવ્યું, “અક્ષરધામ શ્રદ્ધાનું મૂર્ત સ્વરૂપ છે. તમારી શ્રદ્ધા અને આ મંદિર શુભ છે, જીવંત છે, સમૃદ્ધ છે.”

 

ન્યુ જર્સીના કોંગ્રેસમેન જેફ વેન ડુ એ કહ્યું સમગ્ર અમેરિકા માટે બેહદ ગૌરવની વાત 

ન્યુ જર્સીના કોંગ્રેસમેન જેફ વેન ડુ તરફથી અક્ષરધામ તેમજ મહંત સ્વામી મહારાજ માટે ઘોષણપત્ર રજૂ કરતાં જણાવવામાં આવ્યું કે “તમે અહીં જે કાર્ય કર્યુ છે તેનું હું સન્માન કરું છું. આ સન્માન માત્ર ન્યૂજર્સી માટે જ નહીં, પરંતુ સમગ્ર અમેરિકા માટે બેહદ ગૌરવની વાત છે.

 

મહંતસ્વામી મહારાજના આશીર્વચન, કહ્યું અક્ષરધામ આપણને નિઃસ્વાર્થપણે બીજાની સેવા કરવાનુ અને મદદ કરવાનું શીખવે છે

BAPS ના વડા મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ આજીવન નિરંતર સેવા કરતા રહ્યા અને સૌને સુલભ બનીને માર્ગદર્શન આપતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ સરળ,છતાં ગહન હતો, 'બીજાના આનંદમાં આપણો આનંદ છે.' કેટલું સરળ વાક્ય છતાં એટલું શક્તિશાળી કે તે વિશ્વને બદલી શકે. અક્ષરધામ આપણને નિઃસ્વાર્થપણે બીજાની સેવા કરવાનુ અને મદદ કરવાનું શીખવે છે. તે આપણને શીખવે છે - સારા માનવી બનવાનું, ભગવાનના આદર્શ ભક્ત બનવાનું અને અક્ષરધામ જેવું શુદ્ધ હૃદય બનાવવાનું, જ્યાં ભગવાન કાયમ નિવાસ કરી શકે -અક્ષરધામ અનુભૂતિ છે પ્રમુખ સ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિની. તે શાંતિ અને પ્રેરણાનું ધામ છે. વિશ્વભરમાંથી સ્વયંસેવકોએ તેઓના આ સંકલ્પને સાકાર કરવા ભગીરથ પુરુષાર્થ આદરી તેઓને મહાન અજલિ આપી છે પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાનો મૂલ્યવારસો અક્ષરધામ દ્વારા ચિરંતન કાળ સુધી જીવંત રહેશે.

 

આ પણ વાંચોઃ BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન

Tags :
BAPS Swaminarayan AkshardhamGrand openinggrand tributeoccasionpaidPramukh Swami Maharaj
Next Article