Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 200 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખસ્વામીનગરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના રેલવે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામીના આશીર્વાદ લીધા હતà
અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ  અક્ષરધામ એક્સપ્રેસ  તરીકે ઓળખશે  રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 200 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખસ્વામીનગરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના રેલવે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement


7500 થી વધુ લોકો બ્લડ ડોનેશનમાં ભાગ લીધો
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દર્શનો લાભ લે છે. ભક્તોની સાથે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો સેવા આપે છે, પરંતુ અત્યાર સુધીમાં 7500 થી વધુ લોકો બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં કુલ 25 લાખ ML જેટલું રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું છે. નિત્યક્રમ 400 જેટલા લોકો રક્તનું દાન કરે છે. મહોત્સવના અંત સુધીમાં કુલ 1 લાખ ML જેટલું રક્તદાન એકત્રિત થાય તેવી શક્યતા લાગે છે.

Advertisement

15 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધીમાં કુલ 11 હજાર બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું છે. આ રક્તદાન શહેરની 15થી વધુ હોસ્પિટલોમાં પહોંચડવામાં આવશે. શતાબ્દી મહોત્સવમાં રક્તદાન કરવા માટે વિશાળ ડોમની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડોમમાં 400થી વધુ ડોકટરોની ટીમ અને મેડિકલ ટીમ 24 કલાક સુધી કાર્ય કરીને સેવા આપે છે.

Advertisement

પ્રમુખસ્વામિ નગરમાં 24 આરોગ્ય કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા
આ મહોત્સવમાં 24 આરોગ્ય સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે અને નગરની અંદર 6 ફરતા દવાખાના પણ કાર્યરત છે. 450 ભાઈઓ તથા બહેનો દ્વારા મેડિકલ સ્ટાફ સાથે સેવા આપી રહ્યાં છે. જેમા એલોપેથિક, આર્યુવેદિક, હોમિયોપેથિક ઉપરાંત ફાર્મોસ્ટ્રિક, નર્સ સ્ટાફ, કંપાઉન્ડર સ્ટાફ પણ ઉપલબ્ધ છે. કાર્ડિઓલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઇન્ટેન્સિવ, ફિઝિયોથેરાપી, ગાયનોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રીક, ઈએનટી સર્જન, ડેન્ટલ સર્જન, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ સહિતના નિષ્ણાત ડોક્ટરો તબીબી સારવાર અહીં આપે છે.

Tags :
Advertisement

.