Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાનિસ્તાનમાં ફરી 6.1 ની તીવ્રતાનો ભૂકંપ , 2 હજાર ઘરોને મોટું નુકસાન

અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. અહેવાલ છે કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન તરફ જમીનથી 10 કિમી નીચે હતું. સવારે 6.11 વાગ્યે આનો અનુભવ થયો હતો. તો જાનહાનિ અથવા સંપત્તિને...
અફઘાનિસ્તાનમાં ફરી 6 1 ની તીવ્રતાનો ભૂકંપ   2 હજાર ઘરોને મોટું નુકસાન

અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. અહેવાલ છે કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન તરફ જમીનથી 10 કિમી નીચે હતું. સવારે 6.11 વાગ્યે આનો અનુભવ થયો હતો. તો જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.

Advertisement

મંગળવારે, અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ANDMA)ના પ્રવક્તા મુલ્લા સૈકે પુષ્ટિ કરી હતી કે શનિવારના આંચકાના કારણે મૃત્યુઆંક 4,000ને વટાવી ગયો હતો. વધુમાં, લગભગ 20 ગામોમાં લગભગ 2,000 ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે.

Advertisement

દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી ઓફિસે ભૂકંપની પ્રતિક્રિયા માટે $5 મિલિયનની સહાયની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનની આરોગ્યસંભાળ પ્રણાલી, જે મોટાભાગે વિદેશી સહાય પર નિર્ભર છે, તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી અને ઘણી આંતરરાષ્ટ્રીય સહાય અટકાવી દેવામાં આવી ત્યારથી બે વર્ષમાં ત્યાંની હેલ્થકેરની સિસ્ટમ ભયંકર ખરાબ થઈ ગઈ છે.

Advertisement

અફઘાનિસ્તાનમાં  કુદરતી  આફત 

ભૂકંપ બાદ અનેક ગામોમાં કાટમાળ સિવાય કંઈ બચ્યું નથી. ભૂકંપના ચાર દિવસ બાદ પણ બચાવકર્મીઓ અને ગ્રામજનો કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. તેઓ આ કામ એ આશા સાથે કરી રહ્યા છે કે કદાચ હજુ પણ ઘણા લોકો જીવતા બચી જશે. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 40 કિલોમીટર દૂર હતું. કેટલાંક ગામો સાવ નષ્ટ થઈ ગયા. ઝિંદા જાન જિલ્લામાં સૌથી વધુ મોત નોંધાયા છે.

ભૂકંપના કારણે 1200 ના  મોત 

ભૂકંપના કારણે 1200થી વધુ લોકોના મોત થયા છે અને 1600થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય હજુ પણ સેંકડો લોકો લાપતા છે. તાલિબાન સરકારે કહ્યું કે 20 ગામોના લગભગ 2000 ઘરો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. અગાઉ જૂન 2022માં પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા હતા.

આ  પણ  વાંચો-AFGHANISTAN EARTHQUAKE : અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જી તારાજી, 2 હજાર લોકોના મોત,1000થી વધુ ઘાયલ

Tags :
Advertisement

.