દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 16,167 નવા કેસ
દેશના કેટલાક ભાગોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જોકે, આજે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. જોકે, આજે કોરોનાના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. આજે દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. આજે વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે થોડી રાહતના સમાચાર છે. આજે àª
દેશના કેટલાક ભાગોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જોકે, આજે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. જોકે, આજે કોરોનાના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. આજે દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે.
Advertisement
આજે વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે થોડી રાહતના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 17 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,167 નવા કેસ નોંધાયા છે, જ્યારે 41 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોના વાયરસના 18,738 નવા કેસ નોંધાયા હતા જ્યારે 40 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીએ નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 2571 નો ઘટાડો થયો છે.
Advertisement
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા છે જ્યારે 41 લોકોના મોત થયા છે. આ દરમિયાન 15,549 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1,35,510 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 577 સક્રિય કેસ વધ્યા છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,41,61,899 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,34,99,659 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,26,730 લોકોના મોત થયા છે. દૈનિક હકારાત્મકતા દર વધીને 6.15 ટકા થઈ ગયો છે. જ્યારે દેશનો રિકવરી રેટ 98.50 ટકા છે.