Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીખલીમાં મોબાઈલની દુકાનમાં 29.61 લાખની ચોરી

ચીખલી એસટી ડેપો સામે આવેલ ભાટીયા મોબાઈલની દુકાનમાં રાત્રીના સમયે કોઈ ચોરટાઓએ દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ તથા એસેસરીઝ તેમજ સ્માર્ટ વોચ અને રોકડા રૂપિયા મળી કુલ્લે ૨૯.૬૧ લાખની ચોરી કરી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી.ચીખલી એસટી ડેપો પાસે  ચોરીની ઘટના ચીખલી એસટી ડેપો સામે આવેલ ભાટીયા મોબાઈલની દુકાનમાં રાત્રીના સમયે દુકાનની પાછળના દિવાલમાં બાકોરૂ પાડી દà«
ચીખલીમાં મોબાઈલની દુકાનમાં 29 61  લાખની ચોરી
ચીખલી એસટી ડેપો સામે આવેલ ભાટીયા મોબાઈલની દુકાનમાં રાત્રીના સમયે કોઈ ચોરટાઓએ દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ તથા એસેસરીઝ તેમજ સ્માર્ટ વોચ અને રોકડા રૂપિયા મળી કુલ્લે ૨૯.૬૧ લાખની ચોરી કરી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી.
ચીખલી એસટી ડેપો પાસે  ચોરીની ઘટના 
ચીખલી એસટી ડેપો સામે આવેલ ભાટીયા મોબાઈલની દુકાનમાં રાત્રીના સમયે દુકાનની પાછળના દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કરી કોઈ ચોર ઈસમોએ અલગ અલગ કંપનીના મોબાઈલ તથા એસેસરીઝ તેમજ સ્માર્ટ વોચ અને રોકડા રૂપિયા મળી કુલ ૨૯.૬૧ લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના ચીખલી પોલીસ દફતરે નોધાતા પોલીસની ઉંઘ હરામ થઈ જવા પામી છે.

છેલ્લા બે વર્ષથી નોકરી કરી રહ્યો છે
બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર ચીખલી એસટી ડેપો સામે આવેલ હાઈસ્કુલ શોપીંગ સેન્ટરની દુકાન નંબર16.-17 માં છેલ્લા બે વર્ષથી ચાલતી ભાટીયા કોમ્યુનિકેશન એન્ડ રીટેલ ઈન્ડિયા લીમીટેડ (ભાટીયા મોબાઈલ) દુકાનમાં મેનેજર તરીકે કામ કરતા જય ધીરજલાલ ગાંધી જે છેલ્લા બે વર્ષથી નોકરી કરી રહ્યો છે.જેની સાથે પ્રમોટર તરીકે રીયલમી કંપનીના ગૌરવ પટેલ (રહે,બીલીમોર) તથા સેમસંગ કંપનીના પ્રમોટર તરીકે સહેઝાદ સાદિક તાઈ (રહે,ધમડાછા તાઈ વાડ તા.ગણદેવી) જે કામ કરતો હોય ત્યારે શનિવારના રોજ જય ગાંધીના દિકરાની તબીયત સારી ન હોવાના કારણે દુકાનની ચાવી ગૌરવ પટેલને આપી હતી અને સહેઝાદ તાઈ સાથે આખો દિવસ ધંધો કર્યાબાદ સાંજે સાડા સાતેક વાગ્યે દુકાન બંધ કરી ને ગયા હતા.ત્યારે રાત્રીના સમયે કોઈ ચોરટાઓએ દુકાનની પાછળ પરાઈ વડે તથા ડીસમીસ રાખી દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ સરસામાન વેરવિખેર કરી નાંખી શોરૂમના ડીસ્પલે શોકેસ ઉપર મુકેલ અલગ અલગ કંપનીના અલગ અલગ મોડલના મોબાઈલો તથા અલગ અલગ કંપનીના મોબાઈલને લગતી એસેસરીઝ તથા સ્માર્ટ વોચની ચોરી થઈ હોવાનુ જણાઈ આવ્યુ હતુ.
દુકાનદારોમાં પણ રોષ 
ત્યારબાદ સ્ટોક ચેક કરતા એપલ કંપનીના મોબાઈલ સેમસંગ કંપની,વિવો કંપની,રીયલમી કંપની તથા નોઈસ કંપનીની સ્માર્ટ વોચ તેમજ ઓપો કંપનીના અલગ અલગ મોડલના સ્માર્ટ ફોન તથા ટેબલેટ તથા એસેસરીઝ મળી કુલ રૂપિયા ૨૯,૫૧,૦૦૭ નો મુદ્દામાલ તથા દુકાનના કાઉન્ટરમાં રાખેલ રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ ૨૯,૬૧,૦૦૭ ની મત્તાની ચોરી થઈ હોવાનુ પોલીસ ચોપડે નોધાવા પામ્યુ છે.ત્યારે ચીખલી પોલીસ મથકના નાક નીચેજ આવેલ અને વાહનોથી સતત ધમધમતા એવા વિસ્તારમાં આવેલ દુકાનમાં ચોરી થતા પોલીસનુ નાક કપાવા પામ્યુ છે.જોકે આ ઘટનાને પગલે નવસારી જિલ્લા પોલીસ વડા પણ ચીખલી પોલીસ મથકે દોડી આવ્યા હતા.ત્યારે ચીખલી પંથક સહિત આજુબાજુના વિસ્તારોમાં રોજની નાનીમોટી ચોરીઓ થતી રહી છે.પરંતુ ચીખલી પોલીસની ઠંડી ઉડતી નથી જેને પગલે દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.જયારે નાઈટ પેટ્રોલીંગ પણ આ ઘટનાને પગલેના કામયાબ નીવડયુ છે.જે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ કે.જે.ચૌધરી કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.