ભારતના કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો, નફરતનું કાવતરું ઘડતો દેશ ગણાવ્યો
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે અમને આ પ્રતિનિધિમંડળ (પાકિસ્તાની પ્રતિનિધિમંડળ) પાસેથી કંઈપણ નવી અપેક્ષા નથી. જે ભારતની બિનસાંપ્રદાયિક ઓળખ અને મૂલ્યો સામે અસુરક્ષા અને નફરતથી ભરેલી છે.આ દિવસોમાં પાકિસ્તાન પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આમ છતાં પાકિસ્તાન કાશ્મીર પર પોતાની હરકતોથી હટી રહ્યું નથી. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા
Advertisement
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે અમને આ પ્રતિનિધિમંડળ (પાકિસ્તાની પ્રતિનિધિમંડળ) પાસેથી કંઈપણ નવી અપેક્ષા નથી. જે ભારતની બિનસાંપ્રદાયિક ઓળખ અને મૂલ્યો સામે અસુરક્ષા અને નફરતથી ભરેલી છે.આ દિવસોમાં પાકિસ્તાન પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આમ છતાં પાકિસ્તાન કાશ્મીર પર પોતાની હરકતોથી હટી રહ્યું નથી. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. જે બાદ ભારતે પણ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિએ કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિ ગમે તે કહે અથવા માને, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે.
#WATCH | "Irrespective of what the representative of Pakistan believes or covets, the entire Union territory of Jammu and Kashmir and Ladakh were, are and will always be an integral and inalienable part of India," says Indian representative at UN General Assembly
(Source: UNTV) pic.twitter.com/ZovOrrvEqN
— ANI (@ANI) February 7, 2023
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે અમને આ પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પાસેથી કંઈપણ નવી અપેક્ષા નથી. જે ભારતની બિનસાંપ્રદાયિક ઓળખાણ અને મૂલ્યો સામે અસુરક્ષા અને નફરતથી બળે છે, જે ભારતનો પાયો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના પ્રચારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનો ભયાવહ પ્રયાસ અને બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવાની ખરાબ આદત સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement