Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં કોરોનાનું સંકટ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા લોકો થયા સંક્રમિત

ભારતમાં કોરોનાનું  દિવસે ને દિવસે વધી રહ્યું છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં  લગભગ 18 જેટલું કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે. છેલ્લા  24 કલાકમાં 2,927 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોવિડ-19ને કારણે દેશમાં 32 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 16,279 છે.છેલ્લા 24 કલાકમાં 2,252 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રિકવરી રેટ 98
ભારતમાં કોરોનાનું સંકટ વધ્યું  છેલ્લા  24 કલાકમાં 3000 જેટલા લોકો થયા સંક્રમિત
ભારતમાં કોરોનાનું  દિવસે ને દિવસે વધી રહ્યું છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં  લગભગ 18 જેટલું કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે. છેલ્લા  24 કલાકમાં 2,927 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોવિડ-19ને કારણે દેશમાં 32 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 16,279 છે.
છેલ્લા 24 કલાકમાં 2,252 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રિકવરી રેટ 98.75 ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5,23,654 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 21,97,082 ડોઝ આપવામ આવ્યા છે. અત્યાર સુધીમાં ભારતભરમાં કોરોના વેક્સિનના 1,88,19,40,971 ડોઝ આપવામાં આવ્યા છે. 
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ મંગળવારે 6-12 વર્ષની વયના બાળકો માટે ભારત બાયોટેકના કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. DCGIએ રસી ઉત્પાદકને પ્રથમ બે મહિના માટે દર 15 દિવસે યોગ્ય વિશ્લેષણ સાથે  ડેટા સબમિટ કરવાનો પણ આદેશ આપ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.