Gujarat Ke Genius : નેશનલ લેવલે Karate Championship માં ધ્રુવિલ અને શૌર્યની અદ્ભુત સિદ્ધી
અમદાવાદના બે જુનિયર માસ્ટરે નેશનલ લેવલે કરાટે ચેમ્પિયનશિપમાં નામના મેળવી છે. આઠ વર્ષનો ધ્રુવિલ અને નવ વર્ષના શૌર્યએ સ્ટેટ અને નેશનલ લેવલે પોતાની શૌર્યતા દર્શાવી અમદાવાદનું નામ રોશન કર્યું છે. નામ છે ધ્રુવિલ પંકજભાઈ ચુડાસમા. આઠ વર્ષીય ચોથા ધોરણમાં અભ્યાસ કરતા ધ્રુવિલે નેશનલ સ્તરે કરાટે માં પોતાનું નામ અંકિત કર્યું છે.
એક વર્ષમાં 6 મેડલ મેળવ્યા
અમદાવાદની રાજસ્થાન સ્કૂલ માં અભ્યાસ કરતા ધ્રુવિલ માત્ર એક વર્ષથી કરાટે શીખે છે અને તેમાં તેણે નેશનલ લેવલ સુધી અમદાવાદનું નામ રોશન કર્યું છે. આઠ વર્ષની નાની ઉંમરે લોકલ અને નેશનલ લેવલે છ મેડલ મેળવ્યા છે. કરાટે પ્રત્યે ધ્રુવીલની વિશેષ લાગણી જોતા માતા પિતાએ તેને કરાટે ક્લાસીસમાં મોકલ્યો હતો અને ત્યારબાદ તેણે એક પછી એક છ મેડલ મેળવ્યા છે.
ધ્રુવીલની ઉપલબ્ધિઓ
- વર્ષ 2022 ઓક્ટોબર માસમાં સબ જુનિયર સ્ટેટ સિલેક્શન કરાટે ટુર્નામેન્ટમાં જે અમદાવાદમાં યોજાઇ હતી તેમાં તેણે બ્રોન્ચ મેડલ મેળવ્યો હતો.
- નવેમ્બર 2022માં નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશિપ જે ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હતી જેમાં તેણે કરાટે કાતા કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
- વર્ષ 2023 ફેબ્રુઆરી માસમાં વડોદરા ખાતે યોજાયેલ નેશનલ લેવલની ચેમ્પિયનશિપ જેમાં પ્રેસિડેન્ટ કપ માં તેણે કરાટે કાતા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ તેમજ કરાટે કુમિતે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
- ફેબ્રુઆરી 2023 ના વર્ષમાં તેણે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ માં કરાટે કાતા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને કરાટે કુમિતે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો.
ઓલમ્પિકમા ગોલ્ડ જીતવાનો લક્ષ્ય
ધ્રુવીલ કરાટે માસ્ટર બ્રુસલીને પોતાનો આઈડીયલ માને છે ભવિષ્યમાં ઓલમ્પિક માં કરાટે રમી અને ગોલ્ડ જીતવાનો ધ્રુવિલ ગોલ ધરાવે છે અને તે મેડલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત કરવા માંગે છે.
શૌર્યનું અદ્ભુત પરાક્રમ
ધ્રુવિલ ની જેમ જ નવ વર્ષીય અમદાવાદના શોર્ય એ પણ નેશનલ લેવલે કરાટેમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. શૌર્ય કાર્તિકભાઈ ભાવસાર, જે માત્ર નવ વર્ષ નો છે અને ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. બે વર્ષનો હતો ત્યારથી કરાટે નો અભ્યાસ કરે છે અને તેણે અમદાવાદનું નેશનલ લેવલ સુધી નામ રોશન કર્યું છે. નવ વર્ષની નાની ઉંમરે ડોમેસ્ટિક અને નેશનલ લેવલે કુલ છ મેડલ મેળવ્યા છે. બે વર્ષની નાની ઉંમરે શોર્ય એ કરાટે શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ માતા પિતાએ તેને કરાટે શીખવા માટે મોકલ્યો હતો આજે તેણે નેશનલ લેવલે કરાટે રમી અને અમદાવાદનું નામ રોશન કર્યું છે.
શૌર્ય ની ઉપલબ્ધિઓ
- નવેમ્બર 2022 માં આણંદ ખાતે યોજાએલ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં તેણે કુમિતે કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને કાતા માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
- ડિસેમ્બર 2022 માં દિલ્હીમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા સબ જુનિયર કરાટે ચેમ્પિયનશિપ કુમીતેમાં સિલ્વર મેડલ મેળવ્યો.
- ઓક્ટોબર 2022 માં હિંમતનગર ખાતે યોજાયેલ સબ જુનિયર સ્ટેટ સિલેક્શન કરાટે ટુર્નામેન્ટ કાતામાં સિલ્વર અને કુમિતેમાં ગોલ્ડ મેડલ જીતી સ્ટેટ લેવલે નામ રોશન કર્યું.
- ઓક્ટોબર 2022 માં અમદાવાદ લેવલની કરાટે ચેમ્પિયનશિપમાં તેણે એક સિલ્વર અને એક ગોલ્ડ મેળવી અને રાજ્ય લેવલની આણંદ ખાતે યોજાએલી કરાટે ચેમ્પિયનશિપમાં સિલેક્શન મેળવ્યું.
- શોર્ય રોજની બે કલાક કરાટે પાછળ પ્રેક્ટિસ કરે છે. ભવિષ્યમાં તે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાની ઈચ્છા ધરાવે છે.
- ધ્રુવિલ અને શૌર્ય બંને વાડજ જ્યોતિ સંઘ ખાતે આવેલ કરાટે ક્લાસીસમાં કોચિંગ મેળવી રહ્યા છે. રોજના એક થી બે કલાક કરાટે પાછળ તેઓ સમય ફાળવે છે અને સ્ટેટ અને નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં ભાગ લઈ વિશેષ નામના મેળવી છે.
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો : GUJARAT KE GENIUS : સુરતની અન્વી દિવ્યાંગો માટે રોલ મોડેલ બની, કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી