મોડાસા પાસે આવેલું છે ચમત્કારિક સ્વયંભુ હનુમાનજી મંદિર
અરવલ્લી જીલ્લાના મોડાસાથી 4 કિમી દુરના સાકરીયા ગામે હનુમાનજીની શયન કરતી સ્વયં મુર્તિ ભક્તોની આસ્થાનાનું કેન્દ્ર છે. ભારતમાં બે સ્થળે જ સ્વયંભૂ હનુમાન મંદિરના મંદિર છે. આ મંદિરમાં હનુમાનજીની 10 ફૂટ ઉંચી મુર્તિ સ્થાપિત છે. પાંચ ધાતુથી આ મુર્તિ...
Advertisement
અરવલ્લી જીલ્લાના મોડાસાથી 4 કિમી દુરના સાકરીયા ગામે હનુમાનજીની શયન કરતી સ્વયં મુર્તિ ભક્તોની આસ્થાનાનું કેન્દ્ર છે. ભારતમાં બે સ્થળે જ સ્વયંભૂ હનુમાન મંદિરના મંદિર છે. આ મંદિરમાં હનુમાનજીની 10 ફૂટ ઉંચી મુર્તિ સ્થાપિત છે. પાંચ ધાતુથી આ મુર્તિ બનેલી છે. મંદિરમાં અનેક ઐતિહાસિક પુરાતત્વોના પ્રમાણ મળે છે. જેથી અનુમાન લગાવી શકાય કે પાંડવોએ ગુજરાતમાં અજ્ઞાતવાસ પણ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશથી અર્જુને પવિત્ર સ્થાન પર હનુમાનજીની મુર્તિ સ્થાપિત કરી હતી.કૌરવો સાથેના યુદ્ધમાં અર્જુને હનુમાનજી પાસે મદદ માગતા સંકટ મોચન પ્રસન્ન થયા હતા અને અર્જુનના રથ પર બિરાજમાન થઇને પાંડવોની રક્ષા કરી હતી.